જાયફળ છે, અનેક રોગમાં ઉપયોગી જાણો ક્યાં ક્યાં રોગને નાબૂદ કરશે
આયુર્વેદમાં અનેક ઔષધિઓ એવી છે, માત્ર સ્વાસ્થ્ય માટે નહીં પરંતુ વાનગીઓમાં સામગ્રીમાં રીતે એ ઉપયોગી થાય છે. આજે આપણે અતિ પ્રિય અને સુંગધી જાયફળ કડવું, તીક્ષણ, ઉષ્ણ, ભોજન પર રુચિ ઉત્પન્ન કરનાર, મળને રોકનાર-ગ્રાહી, સ્વર માટે હિતકારી તેમ જ કફ અને વાયુનો નાશ કરનાર છે.
એ મોઢાનું બેસ્વાદપણું, મળની દુર્ગધ, કૃમિ, ઉધરસ, ઊલટી-ઊબકા, શ્વાસ-દમ, શોષ, સળેખમ અને હૃદયનાં દર્દી મટાડે છે. જાયફળ ઊઘ લાવનાર, વીર્યના શીઘ સખલનને મટાડનાર તથા મૈથુનશક્તિ વધારનાર છે. જાવંત્રી હલકી, મધુર, તીખી, ગરમ, રુચિકારક અને વર્ણકારક છે. એ કફ, ખાંસી, ઊલટી, દમ, નૃષ્ણા, કૃમિ અને વિષનો નાશ કરે છે.
માથાના ઉગ્ર દુ:ખાવામાં કે કમરના દુ:ખાવામાં જાયફળ પાણીમાં કે દારૂમાં ઘસી ચોપડવાથી લાભ થાય છે. અનિદ્રામાં બેથી ચાર રતિ જાયફળ અને એટલું જ પીપરીમ્ળ દૂધ સાથે સૂવાના અર્ધા કલાક પહેલાં લેવું. બાળકોની શરદીમાં જાયફળ ચૂર્ણ એક રતિ અને સુંઠનું ચૂર્ણ એક રતિ મધ સાથે સવાર-સાંજ આપવું. પેટમાં ગેસ ભરાય, ઝાડો થાય નહિ ત્યારે લીંબુના રસમાં થોડું જાયફળ ઘસી, એક ચમચી પાણી ઉમેરી પીવાથી ગેસ છૂટે છે તથા ઝાડો થાય છે.
ખીલ, જાંબલી અને ચહેરા પરના કાળા ડાઘ દૂર કરવા જાયફળ દૂધમાં ઘસી લગાવવું. ઝાડા મટાડવા ૪થી 9 રતિ જાયફળનું ચૂર્ણ લીંબુના શરબત સાથે સવાર-સાંજ લેવું, ઝાડા સાથે પેટના દુ:ખાવામાં જાયફળ, લવીંગ, જીરુ, શુદ્ધ ટંકણ દરેકનું સમભાગે ચૂર્ણમાંથી એકથી દોઢ ગ્રામ મધ-સાકર સાથે સવાર-સાંજ લેવું. પથ્ય ખોરાક લેવો. ગર્ભિણી અને રક્તસાવજન્ય રોગવાળાએ લેવું નહિ. પેટનો દુ:ખાવો, ઊબકા તથા અતિસારમાં જાયફળ શેકીને આપવામાં આવે છે.