Gujarat

હિન્દૂ મુસ્લિમ પરિવાર 50 વર્ષથી રહે છે એક જ ધરમાં! બે સગાભાઈઓની જેમ..

આપના દેશમાં અનેક એવા લોકો છે હિન્દૂ અને મુસ્લિમ કોમી એકતાનું પ્રતીક હોય છે.ત્યારે આજે આપણે જાણીશું
એક એવા પરિવાર વિશે વાત કરીશું જે આજે સંયુક્ત પરિવારમાં વસે છે. ખરેખર આજના સમયમાં સગાભાઈ સાથે રહેવાનું પસંદ નથી કરતા ત્યારે મુસ્લિમ અને હિન્દૂ પરિવાર એકતાનું ઉદાહરણ પૂરું પાડયુ છે.

ભરૂચમાં કોટ પારસીવાડ, જુમ્મા મસ્જિદ પાસે ૧૨ વ્યક્તિનું પરિવાર જેમાં ૬ મુસ્લિમ અને ૬ હિન્દુ લોકો છેલ્લા ૫૦ વર્ષથી એક જ ઘરમાં રહે છે. ભરૂચના મહંમદ માલી અને રમણ માલી ૫૦ વર્ષ અગાઉ એક ફૂલોના વ્યાપારમાં સાથે જોડાયા હતા. ત્યારથી બંને એકજ મકાનમાં સાથે રહે છે.

વિશ્વાસ અને પ્રેમના તાંતણા એટલા મજબૂત થઇ ગયા કે, અલ્લાહ અને ઇશ્વરે દિલ સાથે દિલનો મેળાપ કરાવ્યો. કુદરતનો સૌથી પવિત્ર સંબંધ બનાવ્યો. મૈત્રી નિભાવી શકાય દિલથી તેથી અલ્લાહ અને ઇશ્વર પોતે એક દોસ્તના રૂપમાં આવ્યો. આમ, એ બંને મિત્રને એક બીજાથી અલગ થવું મંજૂર ના થયું અને તેઓએ એક સાથે જ જીવન વ્યતીત કરવાનું નક્કી કર્યું. સમય વધતો ગયો અને બંને મિત્રોએ એક ઘર લઇ અને મહંમદભાઈના લગ્ન મુમતાઝબેન સાથે થયા. એમને સંતાન રૂપે ૪ દીકરી છે. જ્યારે રમણભાઈના લગ્ન રમીલાબેન સાથે થયા જેમને સંતાનમાં એક પુત્ર ૩ દીકરીઓ છે.

આમ આ બંનેવ પરિવાર એક જ છત નીચે રહેવા લાગ્યો. આજે આ વાતને પણ ૫૦ વર્ષ થયાં, એ ઘરમાં એક મંદિર છે. જ્યાં હિન્દુ પરિવાર પૂજા-અર્ચના કરે છે. જ્યારે મુસ્લિમ પરિવાર નમાજ પઢે છે. અનોખી વાત તો એ છે કે, મુસ્લિમ પરિવાર ભગવદ ગીતા બાબતે બધું જાણે છે અને હિન્દુ પરિવાર કુરાન બાબતે પણ જ્ઞાન ધરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!