મકાન માલિકો માટે લાલબત્તી સમાન કિસ્સો! ભાડુઆતે મકાન માલિક પત્નીની કરપીણ હત્યા કરી, કારણ જાણીને હૈયું કંપી જશે..
ગુજરાતમાં અનેક શહેરમાં હત્યાના બનાવો બને છે, ત્યારે હાલમાં જ એક એવો કિસ્સો બન્યો છે, જે દરેક મકાન માલિક માટે લાલબત્તી સમાન કિસ્સો છે. આ ઘટના જાણીને તમારું હૈયું કંપી ઉઠશે. વાત જાણે એમ છે કે, સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, .જોરાવરનગરના મેઇન ચોકમાં રહેતા અને ધોબીકામ કરતા પરિવારના યુવાન પુત્ર અને તેની પત્નીને છરીના ઘા ઝીકવામાં આવતા આ ઘટના વાયુવેગે પ્રસરી છે. ભાડુંઆતે શા માટે આવું પગલું ભર્યું છે, એ જાણીને તમેં ચોકી જશો.
સૂત્ર મુજબ જાણવા મળ્યું છે કે, આ દુઃખદ બનાવમાં પત્નીનું મોત થયું પતિની હાલત ગંભીર છે. આ ઘટનામાં જાણવા મળ્યું છે કે, માત્ર ભાડાના મકાનની તકરારમાં ખૂની ખેલ ખેલાયો. પરિવારજનોએ કહ્યું છે કે, જ્યાં સુધી આરોપી નહીં પકડાય ત્યા સુધી મૃતક મહિલાની લાશ નહી સ્વીકારવામાં આવે.
જોરાવરનગરમાંલ ધોબી પરિવારના હર્ષીલભાઇ કિર્તીભાઇ પરમાર ખાનગી ઓફિસમાં નોકરી કરવાની સાથે પત્ની જ્યોતીબેન સાથે મળીને લોકોના કપડા ઇસ્ત્રી કરવાનો વ્યવસાય કરતા હતા. તેમનું પોતાનું જૂનું મકાન જોરાવરનગર મેળના ચોકની બાજુમાં અંદરની ગલ્લીમાં આવેલું છે. આ મકાનમાં તેમની સાથે અન્ય 5 જેટલા વર્ષો જૂના ભાડુઆત પણ રહે છે.પહેલા બધાય એક પરિવારની જેમ રહેતા હતા.
મૂળ માલિક પાસેથી ખરીદી લીધા બાદ પૈસાની બાબતને લઇને બધાય વચ્ચે તકરારો થવા લાગી હતી. જેને લઇને ઘણા સમયથી સામાન્ય બોલાચાલી થવાના બનાવો બનતા હતા. શિતળા સાતમના દિવસે આરોપી અનીલ કુબેરભાઇ ચૌહાણ છરી સાથે મકાનની ખંચાળી પાસેના બારણાથી દૂકાનમાં ઘૂસ્યો અને ઇસ્ત્રી કરતા પતિ અને પત્નીને છરીના ઘા ઝીકી દીધા હતા.
આરોપી અનિલ ચૌહાણને પકડવા માટે ડીએસપી હરેશ દુધાતના માર્ગદર્શનમાં એલસીબી એસઓજી અને જોરાવરનગર પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી હતી. જેમાં આરોપી ધ્રાંગધ્રા આસપાસ હોવાની હકીકત મળતા પોલીસે મોડી સાંજના સમયે આરોપી અનીલ ચૌહાણને પકડી લીધો હતો. જૂના ભાડુઆત હોઈ સામાન્ય રકમનું ભાડું હતું. ભોગ બનનારના પિતા કિર્તીભાઇએ મૂળ મકાન માલિક પાસેથી આ મકાન ખરીદી લીધું હતું. ભોગ બનનારના પિતા હયાત હતા ત્યારે પણ ભાડુઆતો સાથે તકરાર ચાલતી હતી.