Gujarat

ખુબ દુઃખદ ઘટના! અમદાવાદ-વડોદરા હાઇવે પર સર્જાયો ગોઝારું અકસ્માત…4 ના મૌત

હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતો ની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું હોઈ છે ઘણી વખત આવા ગંભીર અકસ્માતની પાછળ ધ્યાનનો અભાવ તેમજ કોઈ નાની ભૂલ ને કારણે થતા હોઈ છે. તેવા અકસ્માતમાં ક્યાંતો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતો હોઈ છે ક્યાંતો તો તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. હાલ એક તેવોજ અકસ્માતનો બનાવ સામો આવી રહ્યો છે. આવો તમને આ અકસ્માત વિષે વિગતે જણાવીએ.

વાત કરીએ તો આ ઘટના ખેડા જિલ્લાના અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર મહેમદાવાદ નજીકથી સામે આવી રહી છે જ્યા કારના ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોનાં ઘટનાસ્થળે કમકમાટીભર્યાં મોત નીપજ્યાં છે. ઊભેલા કન્ટેનર પાછળ કાર ઘૂસી જતાં આ અકસ્માત સર્જાયો છે, જેમાં બે મહિલા, એક પુરુષ, એક અઢી વર્ષની બાળકીનું ઘટનાસ્થળે મોત થયું છે. મૃતકો અમદાવાદના વટવા વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. મહેમદાવાદ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધવાની કામગીરી હાથ ધરી છે.

ઘટનાની વાત કરીએ તો અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર મહેમદાવાદના રિલાયન્સ પેટ્રોલપંપ પાસે ગુરુવારની રાત્રે 8 વાગ્યાના અરસામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અમદાવાદથી વડોદરા તરફ જઈ રહેલી કારને અક્સ્માત નડ્યો છે. હાઈવે પર ઊભેલા કન્ટેનર પાછળ ઉપરોક્ત કાર (GJ 27 AA 3063) ઘૂસી જતાં કારચાલક સહિત 4 વ્યક્તિનાં ઘટનાસ્થળે કમકમાટીભર્યાં મોત નીપજયાં છે, જેમાં બે મહિલા, એક પુરુષ, એક અઢી વર્ષની બાળકીનો સમાવેશ થાય છે.

આમ આ ગંભીર અકસ્માતમાં જયશ્રીબેન કિરીટભાઈ પુરાણી, કૃતિ આશિષભાઈ પુરાણી, જૈની આશિષભાઈ પુરાણી,અકબરખાન ફિરદોશખાન પઠાણ આમ આ ઘટના બાદ ઘટનાની જાણ હાઈવે પેટ્રોલિંગના કર્મીઓને થતાં મહેમદાવાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. આ બાદ ક્રેન મારફત કારને અલગ કરી કારમાં રહેલા તમામ મૃતદેહોને બહાર કાઢી નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં તમામ મૃતકો અમદાવાદ વટવા વિસ્તારના રહેવાસી છે અને ભરૂચ પાસે મિત્રનો અકસ્માત થતાં અન્ય મિત્ર પોતાના મિત્રોના પરિવારજનોને લઈ જતી વેળાએ મહેમદાવાદ પાસે અકસ્માત નડ્યો હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!