સુરતમાં ૬ વર્ષીય બાળક મોબાઈલ ફોન જોતા જોતા મોઢામાં એવી વસ્તુ ગળી ગ્યો, કે જીવ જોખમમાં મુકાયો, પૂરી ઘટના જાણી હોશ ઉડી જશે…
સુરત શહેરમાં ફરી એકવાર માતા પિતાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો બન્યો છે. બાળકો રમત રમતમાં જોખમી વસ્તુઓ મોંઢામાં નાંખી દેતા હોય છે, જેના કારણે બાળકનો જીવ જોખમમાં મુકાઇ જતો હોય છે. હાલમાં જ આવી એક ઘટના સામે આવી છે. ,૬ વર્ષના બાળકે એવી વસ્તુઓ મોઢામાં નાંખી દીધી કે, બાળકનો જીવ જોખમમાં મુકાઇ ગયો. ચાલો આ ઘટના અંગે વધુ અમે આપને વિગતવાર માહિતી જણાવીએ ક આખરે આ ઘટના કઈ રીતે બની.
આ ઘટના સુરત શહેરની છે. દિવ્યભાસ્કર ના અહેવાલ અનુસાર પ્રાપ્ત થયેલ માહિતી મુજબ ૬ વર્ષીય બાળક મોબાઈલ જોતા જોતા જ મોંમા રાખેલો સિક્કો ગળી ગયો હતો અને આ કારણે બાળકને શ્વાસ સહિતની તકલીફ થતાં માતા પિતા હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો.
બાળકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ અને ત્યાં તાત્કાલિક જ લઈ નો એક્સ રે કરીને સિક્કો બહાર કાઢવા ઓપરેશન હાથ ધરવામાં આવેલ.
આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આ બાળકનું ઓપરેશન સફળ થાય અને સિક્કો સલામત રીતે નીકળી જાય અને બાળક સ્વસ્થ થઈ જાય. ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવી દેનાર છે. દરેક માતા પિતા એ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, બાળકોને એવી વસ્તુઓ ક્યારેય રમવા ન દેવી જોઈએ જે તેમના જીવને જોખમમાં મૂકી દે.સાવચેતી એજ સલામતી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.