Gujarat

સુરતમાં પાણીની ટાંકી ઉડીને યુવકના માથા પર પડી અને જે હાલ થયા….વિડીઓ જોઈ તમે પણ ધૃજી જશો

ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાની અસર ભારે જોવા મળી છે, આ કારણે અનેક જગ્યાએ ગંભીર અસર થઇ છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં વાવાઝોડાના કારણે ભારે તબાહી પણ મચી છે તેમજ અનેક વૃક્ષો, વીજપોલ જેવી અનેક વસ્તુઓ ધરાશાયી થઇ છે. હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, આ વિડીયોમાં જોઈ શકો છો કે,પાણીની ટાંકી ઉડીને યુવકના માથા પર પડી અને જે હાલ થયા એ જોઈને તમારા રુંવાટા ઉભા થઇ જશે.

આ ઘટના સુરત શહેરની છે. જે રીતે કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની અસરના કારણે જોરદાર પવન ફુંકાયો હતો એવી જ રીતે સુરત શહેરમાં પણ ભારે પવન ફુંકાયો હતો. આ દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામેં આવી છે. આ ઘટના અંગે જાણવા મળ્યું છે કે, એક વ્યક્તિ રસ્તા પર જઈ રહ્યો છે, ત્યારે અચાનક જ પાણીની ટાંકી આ યુવક ઉપર પડે છે. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

આ વિડીયોમાં તમે જોઈ શકશો કે એક યુવક અને બાળક રસ્તા પર ચાલી રહ્યા હતા અને આ દરમિયાન બિલ્ડીંગ ઉપર થી પ્લાસ્ટિકની પાણીની ટાંકી ડાયરેક્ટ યુવક ઉપર પડતા જ આ આયુવકના માથાના અને કમરના ભાગ પર ઇજા થઇ હશે, આ બનાવ બનતા જ ઘટના સ્થળ પર હાજર વ્યક્તિ યુવકને બચાવવા દોડી ગયા હતા.

લોકોએ પાણીની પ્લાસ્ટિકની ટાંકીને ખસેડીને તેની નીચેથી વ્યક્તિને બહાર કાઢીને તાત્કાલિક જ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરેલ. ખરેખર આ ઘટના ખુબ જ ચોંકાવનારી અને દુઃખ છે, ઈશ્વરની દયાથી કોઈપણ પ્રકારની જાનહાની ન થઇ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!