સુરતમાં પરિવારનો માળો પલભરમાં વિખાયો!! પરિવારના 7 લોકોએ એક જ સાથે જીવન ટૂંકાવી લીધું.. આ કારણ આવ્યું સામે
હાલમાં સુરત શહેરમાં એક ખુબ જ દુઃખદ ઘટના બની છે, વાત જાણે એમ છે કે સુરતના પાલનપુર પાટિયા પાસે સામૂહિક આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે, આ ઘટનાને કારણ ચારોતરફ ચકચાર મચી ગયો છે. આ બનાવ અંગે જાણવા મળ્યું છે કે પરિવારના 7 સભ્યયોએ એકી સાથે જીવન ટૂંકાવી લીધું છે. હાલ સુરત પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટના સી વિભાગમાં રહેતા પરિવારે સામુહિક આપઘાત કર્યો છે. પરિવારે મોડી રાતે જીવન ટૂંકાવી લીધું પોલીસે ઘરનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. અંદર જઈને જોયુ તો પરિવારના મોભીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે.પરિવારના અન્ય 6 સભ્યોએ ઝેરી પદાર્થ પીને આપઘાત કર્યો હતો.
પરિવારનાના સાત લોકો સાથે રહેતા હતા. દિકરાએ માતા-પિતા, પત્ની અને ત્રણ બાળકોને ઝેરી દવા પીવડાવી જાતે ફાંસી લગાવી આત્મહત્યા કરી છે.આ આત્મહત્યાનું કારણ જાણવા મળ્યું છે કે, આર્થિક ભીંસમાં આવીને આપઘાત કર્યો હોય તેવુ લાગી રહ્યું છે.માથા પર દેવુ હતું, જેને કારણે આર્થિક ભીંસમાં આવી જતા તેમણે આપઘાત કરી લીધો હતો. છેલ્લા કેટલાક સમયથી રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી હતી.હાલમાં આ સમગ્ર બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.