એકલા હોવા છતાં આ મહિલાએ પોતાના આત્મબળ થી ગુજરાત ની સૌથી લોકપ્રિય ખાખરની કંપની ઉભી કરી!
એક સ્ત્રી ધારે તો કંઈપણ કરી શકે છે અને તેનું ઉત્તમ ઉદાહરણ અનેક ક્ષેત્રમાં કાર્યરત સ્ત્રીઓની સફળતા છે.આપણે સૌ કોઈ લિજ્જત પાપડની કહાની તો જાણીએ છે પરતું આજે આપણે એક મહિલાની એકલા હાથ અને સ્વજનોના સહકાર થી મેળવેલ સફળતાની કહાની.આપણે ગુજરાતીઓ ખાવાના શોખીન તો ખરા જ ત્યારે આપણા સૌનો નાસ્તામાં પસંદગી એટલે ખાખરા અને આજ ખાખરા સાથે એક મહિલાનું નામ જોડાયેલ છે જેનું નામ છે ઇન્દુબેન.
આજથી અંદાજે 55 વર્ષ પહેલાં ઇન્દુબેને એક અનોખી પહેલ શરૂ કરી દરેક મહિલા માટે ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરુ પાડ્યું છે.તેમને અવનવા વેરાયટીનાં સ્વાદિષ્ટ ખાખરા બનાવ્યા. ઇન્દુબેન ખાખરાવાળા’ની સફળતા પાછળ પાછળ તેમનો ઇન્દુબેનની અથાક મહેનત અને સંઘર્ષ રહેલો છે.આજથી છ દાયકા પહેલાં વર્ષ 1960 માં ઇન્દુબેનના ઘરની સામાજિક સ્થિતિ સરખી નહોતી અને તેમના પતિ મીલમાં કામ કરી ઘરનું ગુજરાન ચલાવતા હતાં, જેથી તેમણે પોતાના ફ્રી સમયનો સદઉપયોગ કરી પરિવારને મદદરૂપ થવા નક્કી કર્યું. તે સમયે ઓશવાલ કોમ્યુનિટીએ પોતાના મેમ્બર્સને ખાખરા મળી રહે તે માટે જૂના અમદાવાદમાં ફતેહસિંહની વાડી ખાતે ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર શરૂ કર્યું હતું. જેમાં ઇન્દુબેન ઝવેરી જોડાઇ ગયા અને ખાખરા વેચવાની શરૂઆત કરી હતી.
થોડા સમય પછી ઇન્દુબેને વિચાર્યું કે, પોતે જ ખાખરા બનાવીને વેચે તો સારું. આ પછી ઇન્દુબેન કોટ વિસ્તારમાંથી મીઠાખળીમાં રહેવા આવ્યા. અહીં તેમણે પોતાના નાનકડાં ઘરમાં જાતે કાચો માલ ખરીદીને માંગરોળી ખાખરા બનાવવાનું શરૂ કર્યું. ઇન્દુબેન પરિવારનું કામકાજ કરવાં ઉપરાંત એકલા હાથે દરરોજ 2 થી 5 કિલો ખાખરા બનાવીને વેચતા હતાં. આ સાથે જ તેઓ ખાખરા બનાવતી વખતે ખૂબ જ ચોખ્ખાઇ અને ગુણવત્તા જળવાય તેનું ચોક્કસપણે ધ્યાન રાખતાં હતાં. તેમણે ધીમે-ધીમે સાદા ખાખરા ઉપરાંત વેરાઇટીવાળા ખાખરા બનાવવાનું શરૂ કર્યું અને જોતજોતામાં ઇન્દુબેને બનાવેલાં ખાખરા લોકોમાં લોકપ્રિય બની ગયા આ પછી સતત ઇન્દુબેનના ખાખરાની લોકપ્રિયતા વધતી રહી.
હવે ઇન્દુબેને બનાવેલાં ખાખરાનો બિઝનેસ પ્રગતિના પંથે હતો. વર્ષ 1981માં ઇન્દુબેનનું અવસાન થયું. આ પછી જેને આગળ વધારવાની જવાબદારી ઇન્દુબેનના પુત્ર હિરેનભાઈ અને પુત્રવધુ સ્મિતાબેને સંભાળી..’’ ઇન્દુબેનની તનતોડ મહેનત રંગ લાવી અને ‘ઇન્દુબેન ખાખરાવાળા’નું નામ મહેનતું પરિવાર માટે એક આદર્શ ઉદાહરણ બની ગયું છે. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એમના એક પ્રવચન માં ઇન્દુબેનને ‘ગરવી ગુજરાતણ’ તરીકે બિરદાવ્યા હતા. આ ઉપરાંત તેમની ફેરવેલ સ્પીચમાં પણ ઇન્દુબેનના ખાખરા યાદ કર્યાં હતાં!
એક મહિલાની મહેનતે હવે કંપનીનું સ્વરૂપ લીધું છે, જેને અમે નામ આપ્યું છે “ઇન્દુબેન ખાખરાવાળા કંપની(IKC).આજે નિશિતભાઈ, અંકિતભાઈ અને સત્યેનભાઈના અથાગ પરિશ્રમ અને આપ સૌના સહયોગથી આ કંપની 30,000 સ્ક્વેર ફૂટ જેટલી વિશાળ જગ્યામાં, 200થી વધુ જેટલાં કર્મચારીઓની મદદથી 100થી વધુ પ્રકારના ખાખરા અને અન્ય નમકીન વસ્તુઓ બનાવી રહ્યા છે અને લાખો મહિલાઓને રોજગારી મળે છે.