ગાયો-ભેંસોને ચારવવામાં અને વાહીદુ કરનાર યુવતી બની IPS ઓફીસર! કોણ કહે છે ગરીબના સ્વપ્ન પૂર્ણ નથી થતા…

કહેવાય છે ને કે ગરીબી ક્યારે કોઈને પોતાના સપના સાકર કરતા નથી રોકી શકતી. આજે આપણે જાણીશું એક એવી યુવતી વિશે જેનું જીવન ગામડા વિત્યું અને આર્થિકપરિસ્થિતિ ખૂબ જ દયનિય હતી અને તેઓ ગામમાં ખેતી પણ કરતી હતી અને ગાયો-ભેંસોને ચારવવામાં તેનું જીવન પસાર થઈ રહ્યું હતું છતાં તેની આંખોમાં એક જ સ્વપ્ન હતું એ આજે સાકાર થયેલું છે. ચાલો આ યુવતીની સફળતાની કહાની વિશે જાણીએ.

વાત જાણે એમ છે કે,કેરલના ઈરોડ જિલ્લાના એક નાનાં ગામની રહેવાવાળી વનમતી એક આઈપીએસ ઓફિસર છે. વનમતીના પિતા ખેતી કરી પરિવારનું પેટ ભરે છે. તેમની ખેતી પણ બહુ જ ઓછી હતી જેમાં ઘર ખર્ચ નિકળી શકતો ના હતો. એવામાં તેના પિતા ટેક્સી ચલાવવાં શહેર ચાલ્યા ગયા. વનમતી ઘરમાં પશુપાલન કરતી હતી.

વનમતીનું પૂરું બાળપણ આ ગાય-ભેંસને ચરાવવામાં વિતી ગયું. તે જ્યારે પણ સ્કૂલથી આવતી હતી તો પશુઓને ચરાવવાનું કામ કરતી હતી. જ્યારે થોડો સમય મળતો તો તે ભણવાનું પણ કરતી હતી. તેની  કોલેજ પણ તેણે પોતાના કસ્બાથી જ કરી. ત્યાં પોસ્ટ ગ્રેજ્યૂએશન તેણે કમ્પ્યૂટર એપ્લીકેશનમાં પૂરું કર્યુ અને બેંકમાં કામ કર્યું.

યુવતીનાં સ્વપ્ન મોટા હતા તેને આઈપીએસ બનવું હતુ. એવામાં બેન્કની સાથે-સાથે તે સિવિલ સેવા પરીક્ષાની તૈયારી પણ કરવા લાગી. આખરે સ્વપ્ન પૂર્ણ થયું તે ફક્ત સિવિલ સેવા પરીક્ષા પાસ  ન કરી પરંતુ તેમાં સૌથી ઉત્તમ માર્ક મળ્યા.વનમતી પહેલાં અને બીજા વખતમાં અસફળ રહી હતી. પરંતુ 2015ની સિવિલ સેવા પરીક્ષામાં 152માં રેંન્ક હંસિલ કરી તેણે પિતા અને ગામનું માથુ ગર્વથી ઉંચુ કરી દીધુ. જ્યારે વનમતી આઈપીએસ બની તો ગામમાં કોઈને વિશ્વાસ ના થયો. બધાં એ વિચારી રહ્યા હતા કે ગાય-ભેંસ ચરાવવાળી સાધારણ છોકરી છેવટે આઈપીએસ અધિકારી કેવી રીતે બની!કહેવાય છે ને કે જો તમેં મનથી મક્કમ થઈ જાઓ તો તમારા સ્વપ્ન જરૂર પૂર્ણ થાય છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *