રાજીનામા બાદ ઈસુદાનભાઈ ગઢવી એ કીધું “ટાઈગર અભી જિંદા હૈ !”
ગઈ કાલે vtv ન્યુઝ ના એડિટર પદ પર થી ઈસુદાનભાઈ ગઢવી એ રાજીનામું આપતા સોસિયલ મીડીયા પર ચર્ચા નો વિષય બન્યો હતો અને રાજીનામું શા માટે આપ્યુ તે જાણવા માટે આતુર બન્યા.
ઈસુદાનભાઈ ગઢવી ની વાત કરવામા આવે તો ગુજરાત ના ચાહીતા પત્રકાર માથી એક છે અને તેની લોક ચાહના ઘણી છે. અને vtv ન્યુઝ પર તેવો એક શો માધ્યમ મહામંથન ઘણો ફેમસ થયા હતા.
હાલ ઈસુદાનભાઈ ગઢવી એ પોતાના ફેસબુક પેજ પર પોસ્ટ કરી ને લખ્યુ હતુ કે ” મિત્રો મારા રાજીનામાં ની વાત થી આખું ગુજરાત જાણે મારા હાલ પૂછી રહ્યું છે એ જાણી ને એ વાત નો આનંદ થયો કે ઈશ્વર સત્ય ની સાથે છે એટલું જ નહીં ઘણાં મિત્રો ના સોશ્યિલ મીડિયા માં એવી પણ વાત આવી કે ઈસુદાન ભાઈ ગરીબો , વંચિતો ,ખેડૂતો નો હવે કોણ ?જોકે સૌ નું ઈશ્વર છે ,પ્રભુ જ નિમિત્ત બનાવે છે પણ એ વાતે જરા પણ નિરાશ ના થાવ !ટાઇગર અભી જિંદા હૈ !કાલે રાત્રે હું સૌ તમારા જેવા મારા આત્મા જેવા ચાહકો ની માંગ ને લઇ ને કાલે 8 કલાકે રાત્રે ફેસબૂક પર લાઈવ થઈશ અને તમારી સાથે વાતો શેર પણ કરીશ અને લાગણીઓ પણ ..કાલે રાત્રે 8 વાગે ફેશબુક પર મળીશું ..બીજા ગ્રુપ અને મિત્રો ને જાણ કરી દેજો ..અને હા ફરીથી કહું છું જનતા માટે હવે જીવવું છે અને મરવુ છે ..એટલે ટાઇગર અભી …..