પાંચ લાખ રૂપિયા નુ રોકાણ કરી માત્ર બે વર્ષ મા કરોડો ની કમાણી કરી ! જાણો કઈ રીતે શક્ય બન્યુ
આપણા દેશ મા ટેકનોલોજી ભલે ગમે તેટલી આગળ નીકળી ગઈ પરંતુ આજે પણ આપણે ખેતી વગર નથી ચાલવાનું ! આજે અનેક ગામડા ના લોકો શહેર તરફ નોકરી ધંધો કરવા માટે શહેર તરફ આવવા લાગ્યા છે પરંતુ ઘણા એવા લોકો પણ છે જે ખેતી ને પ્રોત્સાહન આપવા માટે લાખો રુપીયા ની નોકરી છોડી રહ્યા છે.
આજે આપણે એવા જ એક વ્યક્તિ ની વાત કરવાના છીએ જેનું નામ શ્રી રામ ગોપાલ છે અને તેવો ચેન્નાઈ ના રહેવાસી છે. તેવો એ માટી વગર ની ખેતી કરતા જોયુ અને તેને આ પધ્ધતી એટલી પસંદ આવી કે તેનો ઉપયોગ જીવન નિર્વાહ માટે કરવાનુ નક્કી કર્યુ અને તેની આવક બે વર્ષે બાદ બે કરોડ સુધી પહોચી ગઈ હતી.
તેવો એ જણાવ્યું હતુ કે આ ખેતી ની માહિતી તેના મિત્ર પાસેથી પાંચ વર્ષ પહેલા મળી હતી અને પછી તેવો અનેક સંશોધન કર્યુ અને કઈ રીતે થાય છે તેની માહિતી પણ મેળવી હતી. તેવો એ જણાવ્યું હતુ કે આ પધ્ધતી ની ખેતી મા ખેતર ની જરુર નથી હોતી અને વગર માટીએ થઈ શકે છે અને આ પધ્ધતી ને હાઈડ્રોપોનીકસ કહેવાય છે. અને આ ખેતી ની શરુઆત તેવો એ પોતાના પિતા ના કારખાને થી કરી હતી.
આ પધ્ધતી મા છોડ ને પાઈપ મા ઉગવવા મા આવે છે અને પાણી ને મુળ સુધી ડાયરેકટ પહોંચાડવા મા આવે છે. પાણી પણ સાદુ નથી હોતુ પોષક તત્વો વાળુ હોય છે. આ પધ્ધતી સાવ અનોખી છે જેમાં હાઈડ્રોપોનિકસ ની પદ્ધતિ મા હર્બ્સ ને ઉગાડવા મા આવે છે. તેમજ આમાં માટી ન હોવાથી ધાબા ઉપર વજન પણ વધતો નથી. તેમાં એક જુદી રીત નો ઉપયોગ કરવામાં આવે છે જેથી ધાબા મા પણ કોઈ જાત નો ફેરફાર કરવો પડતો નથી.
રામ ના જણાવ્યા અનુસાર આ ખેતી તેવો એ પાંચ લાખ રુપીયા મા શરુ કરી હતી અને પાંચ વર્ષ બાદ તેવો નુ ટર્ન ઓવર 8 કરોડ રૂપિયા થશે. આ ખેતી કરવા માટે તેવો એ બંધ પડેલા કારખાના નો અને તેના છત નો ઉપયોગ કર્યો હતો. આ ઉપરાંત આ ખેતી મા 90 % પાણી ઓછું વપરાય છે જે ઘણી સારી બાબત કહેવાય આ ખેતી 80-90 સ્કેવર ફીટ થી એક એકર સુધી ની જગ્યા મા થઈ શકે છે જેમાં તેનો ખર્ચ પણ એ મુજબ નો થાય છે.