જેલમાં દેવાયત ખવડને થઇ ગઈ આ વ્યક્તિ સાથે મિત્રતા!! કાર્યક્રમમાં પોતાની બાજુમાં બેસાડીને સંભળાવ્યો મિત્રતાનો આ કિસ્સો….
ગુજરાત રાજ્યમાં જો વાત કરવામાં આવે તો આપણા રાજ્યની અંદર એવા અનેક લોકપ્રિય કલાકારો છે જેણે પોતાની કલાથી ખુબ મોટું નામ બનાવી લીધું છે, આવા કલાકારોમાં અનેક એવા મોટા મોટા કલાકારો જેવા કે ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવી,ગીતાબેન રબારી,રાજભા ગઢવી, કિંજલ દવે, ગમન સાંથલ જેવા અનેક એવા કલાકરો હાલ ગુજરાતમાં છે જેના પ્રોગ્રામો જોવા માટે લોકોની ભારે ભીડ એકઠી થઇ જાતિ હોય છે.
એવામાં આજના આ લેખના માધ્યમથી અમે એક આવા જ કલાકાર વિશે જણાવાના છીએ જેણે પોતાની કલા દ્વારા અનેક એવું સારું નામ કમાય લીધું છે,આ કલાકાર બીજું કોઈ નહીં પણ લોકપ્રિય કલાકાર દેવાયત ખવડ છે જેણે આખા ગુજરાત રાજ્યમાં પોતાનું અનેરું નામ કમાય લીધું છે,છેલ્લા ઘણા સમયથી વાત કરવામાં આવે તો આ કલાકારે ગુજરાત રાજ્યના અનેક લોકોના દિલો પર રાજ કરે છે.
પણ તમને ખબર જ હશે કે હજુ થોડા મહિના પેહલા દેવાયત ખવડનું નામ આખા ગુજરાતમાં ભમતું થયું હતું, દેવાયત ખવડ વિરુદ્ધ મારામારીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેના અનેક વિડીયો તથા પુરાવા મળી આવતા કલાકારને થોડાક સમય સુધી જેલવાસ ભોગવો પડ્યો હતો જે બાદ તેઓ જામીન પર છૂટી ગયા હતા,એવામાં હાલ દેવાયત ખવડ અનેક જગ્યાએ પોતાના કાર્યક્રમો યોજી રહયા છે જ્યા ભારે સંખ્યામાં લોકોની ભીડ જોવા મળતી હોય છે.
અમુક વખત તો કલાકાર પોતાના જેલવાસની પણ અનેક દિલચસ્પ વાત જણાવતા હોય છે એવામાં હાલ આ કલાકારનો આવો જ એક વિડીયો સામે આવ્યો છે જેમાં તેઓ પોતાના જેલવાસમાં બનેલ મિત્રને બાજુમાં બેસાડીને તેની મિત્રતા વિશે જણાવી હતી. દેવાયત ખવડ પોતાના આ મિત્ર વિશે જણાવતા કહે છે કે તેઓના જેલવાસ દરમિયાન આ વ્યક્તિ તેઓનો જેલમાં મિત્ર બન્યો હતો જેને હાલ આજીવનકેદની સજા છે અને હાલ પૂરતા તેઓ રજા લઈને નીકળેલ છે.
એવામાં દેવાયત ખવડ આગળ જણાવે છે કે તેઓના આ મિત્રએ કહ્યું હતું કે મારે ડાયરામાં આવવું છે તો દેવાયત ખવડે તેમના આ મિત્રનો ખુશી ખુશી આવકાર કર્યો હતો અને સ્ટેજ પર જ પોતાની બાજુમાં બેસાડશે તેવું કહ્યું હતું જે ખરેખર કલાકારે કર્યું પણ એવું. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે અને લોકો દ્વારા પણ ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે.તમારું આ વિડીયો વિશે શું કેહવું છે કમેન્ટમાં જરૂર જણાવજો.
— Today GUJARAT (@TodayGUJARAT1) August 2, 2023