ભાઈ ને રાખડી બાંધી ફરજ પર હારજ થવા જઈ રહેલ મહિલા કોન્સ્ટેબલ નુ અકસ્માત મા મૃત્યુ થયુ.
આજે હર્ષ અને ઉલ્લાસ સાથે સમગ્ર ગુજરાત અને દેશ મા ભાઈ બહેન નો પવિત્ર તહેવાર રક્ષાબંધન ની ઉજવણી થય રહી છે જ્યારે એક કરુણ ઘટના બની હતી જેમાં એક મહિલા કોન્સ્ટેબલ પોતાના ભાઈ ને રાખડી બાંધી ભાઈ ની લાંબી ઉમર માટે પ્રાથના કરી હતી અને ત્યાર બાદ પોતાના ફરજ પર હાજર થવા જતા હતા. ત્યારે એકસીડન્ટ મા મૃત્યુ થતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.
જાણવા મળતી વિગતો અનુસાર રાજકોટ જીલ્લા ના જેતુપર તાલુકા મા મહિલા કોન્સ્ટેબલ હર્ષિતાબહેન અજાણા એ પોતના ભાઈને રાખડી બાંધી ને પોતાની ફરજ નિભાવવા માટે એકટવા લઈ ને જતા હતા એ દરમ્યાન મા અકસ્માત થયો હતો આ અકસ્માત મા અન્ય બાઈક ચાલક હર્ષિતાબહેન ની એક્ટીવા સાથે ધડાકાભેર અથડાયો હતો જેમાં હર્ષિતાબહેન ને ગંભીર ઈજાઓ પહોચી હતી ત્યારે બાદ જેતપુર ની સિવીલ હોસ્પીટલ મા તાત્કાલીક સારવાર આપવામા આવી હતી છતા હર્ષિતાબહેન દમ તોડી દીધો હતો અને હર્ષિતાબહેન મૃત્યુ થતા પરીવાર મા માતમ છવાયો હતો.
હર્ષિતાબહેન ની વાત કરવામા આવે તો કન્ડક્ટર અને તલાટીની પરીક્ષામાં પણ ખૂબ સારા રેન્ક સાથે પાસ થયા હતા. ત્યારબાદ પોલીસ ભરતી આવતા તેમાં પણ સારા રેન્ક સાથે ઉત્તિર્ણ થતા જેતપુર તાલુકામાં કોન્સ્ટેબલ તરીકે પોસ્ટિંગ મળ્યુ હતું.
પરીવાર મા રક્ષાબંધન ના દિવસે જ ખુશી નો માહોલ પળભર મા માતંમ મા ફેરવાયો હતો. હર્ષિતાબહેન મુળ અમરાપર ના વતની હતા.જેમના મૃત્યુ ના સમાચાર મળતા જ નાના એવા ગામ મા અરેરાટી વ્યાપી ગઈ હતી.