Gujarat

બાબરીયાધારના આંગણે પધારેલ પ.પૂ મોરારી બાપુનું જીગ્નેદાદા એવી રીતે સ્વાગત કર્યું કે જોતા જ રહી જશો, જુઓ વિડીયો

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ગુજરાતમાં કથાનું નામ આવે ત્યારે સૌથી પહેલા મોરારીબાપુ નું નામ યાદ આવે છે. પરમ પૂજ્ય મોરારીબાપુ અનેક વર્ષોથી રામકથા નું રસપાન કરાવી રહ્યા છે દેશ વિદેશમાં મોરારીબાપુએ રામકથા કરી છે ત્યારે એવા જ એક પૂજ્ય શ્રી જીગ્નેશ દાદા નું નામ પણ શ્રીમદ ભાગવત કથામાં મોખરે આવે છે.

એ રીતે મોરારીબાપુ શ્રી રામકથાના નામે ઓળખાય છે એવી જ રીતે જીગ્નેશ દાદા પણ રાધે રાધે તરીકે ગુજરાત ભરમાં ઓળખાય છે આ બંને મહાન વિભૂતિઓ પોતાના ક્ષેત્રમાં જે રીતે આગળ વધ્યા છે એ દરેક લોકો માટે એક પ્રેરણા સમાન છે.

મોરારીબાપુ જ્યારે શ્રીરામ કથા કરે છે જ્યારે જીગ્નેશ દાદા ભાગવત કથાનું રસપાન કરાવ્યું છે ત્યારે આ બંને એટલે કે શ્રીકૃષ્ણ અને શ્રીરામના પરમ પાઠક એક જ સ્થાને જ્યારે ભેગા થયા ત્યારે દિવ્ય અને અલૌકિક વાતાવરણ તો સર્જાયું જ છે પરંતુ સાથે સાથે આ મિલન દરેક લોકો માટે યાદગાર બની ગયું છે આપણે જાણીએ છીએ કે ભાગ્યે જ એવો સમય આવતો હોય છે જ્યારે આવી દિવ્ય અને અલૌકિક વયક્તિ ઓનું પણ સંગમ જોવા મળતું હોય છે. બંને જે રીતે કથાનું રસપાન કરાવી રહ્યા છે, ત્યારે અને એ ક્ષણ શ્રાવકો માટે અતુલ્ય છે એની કોઈ તુલના જ ના થઈ શકે.

 

જેમાં પરમ પૂજ્ય શ્રી મોરારીબાપુ તથા જીગ્નેશ દાદા નું એક સ્નેહ મિલનનું મેળાપનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે પરમ પૂજ્ય શ્રી જીગ્નેશ દાદા એ મોરારીબાપુ નું સન્માન કર્યું અને તેમના આશીર્વાદ લીધા. સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ એક્ટિવ છે અને તેઓ પોતાના કથા અંગેની તમામ વિગતો પણ પોતાના ભક્તજનોને જણાવે છે તેમજ રોજ અમૃત સમાન શબ્દો ની સરવાણી પણ ભાવે છે જેથી તેમના ભક્તજનો એ વાંચીને પોતાના જીવનની સારી રીતે જીવી શકે.

તેમનો વીડિયો વાયરલ થયો છે આ વિડીયો પણ તેમને સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે અને આ મીડિયા પોસ્ટ કરતા ની સાથે તેમને સાથે લખ્યું કેબાબરિયાધરા સિસારા પરિવારના આંગણે પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુ પધાર્યા ત્યાં તેમનું ઉષ્માભેર સ્વાગત તથા સ્નેહમિલન થયુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!