Gujarat

ગુજરાતના લોકપ્રિય કલાકાર જીગ્નેશ બારોટ જન્મદિવસે જ નીકળ્યા આ દેશના પ્રવાસે! ખાસ તસવીરો આવી સામે…જુઓ તસવીરો

ગુજરાતના લોકપ્રિય સિંગર જીગ્નેશ બારોટ (Jignesh barot) આજે પોતના જન્મદિવસ (Birthday ) પર વિદેશ પ્રવાસે જવા નીકળ્યા છે, એક તરફ આજ રોજ તેમના ચાહકો દ્વારા અને સ્વજનો જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે તેમજ વિદેશ જવાની પણ શુભકામનાઓ આપી રહ્યા છે. ચાલો અમે આપને જણાવીએ કે આખરે કવિરાજ ક્યાં દેશના પ્રવાસે પહોંચ્યા છે.

હાલમાં અનેક ગુજરાતી કલાકારો દેશ વિદેશમાં ધૂમ મચાવી રહ્યા છે, ત્યારે અમે આપને જણાવી દઈએ કે કવિરાજ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ (australia tour ) પર જાય છે, ત્યારે હાલમાં જ તેમને અમદાવાદ એરપોર્ટ પરથી પોતાની ટિમ સાથેની તસવીરો શેર કરી છે. દરેક લોકોએ તેમને ઓસ્ટ્રેલિયા પ્રવાસની શુભેચ્છાઓ પાઠવી છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસની તસવીરો અમે આપના માટે ટૂંક સમયમાં લઈને આવીશું પરંતુ આજે કવિરાજના જન્મ દિવસ નિમિત્તે તેમની સંગીતની સફર વિશે જાણીએ.

કવિરાજ જીગ્નેશનો જન્મ વર્ષ ૧૯૮૮મા ઓગસ્ટ માસની ત્રીજી તારીખે મહેસાણા જિલ્લાના ખેરાલુ ગ્રામ્ય વિસ્તારમા થયો હતો. તેમને પહેલેથી જ સંગીતક્ષેત્રે ખુબ જ લગાવ હતો. તેમના પિતા હસમુખભાઈ બારોટ, તેમના મોટાભાઈ વિશાલભાઈ બારોટ અને તેમના દાદા તેમજ કાકા પણ સંગીતક્ષેત્રે લાંબા સમયથી જોડાયેલા હતા.બાળપણથી જ તે તેમના પિતા અને કાકા સાથે ભજનના પ્રોગ્રામો મા જતા. પરંતુ, તેમના ઘરના સદસ્યોની એવી ઈચ્છા હતી કે, તે ભણવામા થોડુ ધ્યાન આપે.

તેમના ઘરના પ્રાંગણમા એક લગ્નપ્રસંગ નું આયોજન કરવામા આવ્યુ હતુ અને ત્યા તેમણે લગ્નગીત ગાવા આવેલા વિસનગરના સંગીત સ્ટુડિયો સાથે જોડાયેલા કમલેશભાઈને એક ગીત ગાવા (sing song )માટે વિનંતી કરી હતી. ફક્ત ૧૩ વર્ષની વય ધરાવતા જીગ્નેશ કવિરાજને જોઈ અને કમલેશભાઈ તેને એક ગીત ગાવા માટે આપે છે અને મોકા ઉપર ચોકો મારીને જીગ્નેશ કવિરાજ તેના પ્રિય મણિરાજ બારોટનુ ‘લીલી તુવેર સૂકી તુવેર’ગીત ગાય છે. આ કવિરાજ નો અવાજ સંગીત સ્ટુડિયો કમલેશભાઈને ખૂબ જ પસંદ આવી ગયો.

આ પ્રસંગ બાદ કમલેશભાઈ એ તેમને પોતાના સ્ટુડિયો એ આવીને મળવા માટે કહ્યુ. તેમની કારકીર્દીની સૌથી પહેલી ઓડિયો કેસેટ બહાર પડી જેનુ નામ ‘દશામાની મહેર’ છે. આ કેસેટ લોકોને એટલી બધી ગમી કે તે લાખોની સંખ્યામા વહેંચાઈ અને ત્યારબાદ તેમનુ નામ આખા ગુજરાતમા ખૂબ જ લોકપ્રિય બની ગયુ હતુ. કવિરાજ એ માત્ર ૮ ધોરણ સુધી જ અભ્યાસ કરેલો છે. પોતાની કળા થકી જીવનમાં ખૂબ જ નામ મેળવ્યું.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!