Gujarat

સસરા હોય તો ભીખુભાઈ જેવા, વિધવા પુત્રવધૂને દીકરીની જેમ સાચવીને ફરી લગ્ન કરાવ્યા, ગુજરાતનો સુંદર કિસ્સો

આજના સમયમાં એવા કિસ્સાઓ પણ સાસરિયામાં બને છે કે, આપણું હૈયું કંપી ઉઠે અને ક્યારેક એવા પ્રેરણાદાયી અને હદયસ્પર્શી ઘટનાઓ બનતી હોય છે કે, આપણી આંખોમાંથી આંસુઓ આવી જાય છે અને સાથો સાથ સમાજના લોકો માટે પણ આ ઘટના ખૂબ જ પ્રેરણાદાયક છે.

હાલમાં જ જુનાગઢ શહેરમાં એક એવો કિસ્સો બન્યો કે સમાજમાં એક નવો દાખલો બેસાડ્યો છે. આવું ભાગ્યે જ બનતું હોય છે. આ ઘટનાં અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ.આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ તો જૂનાગઢમાં સમાજને નવી રાહ ચિંધી છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, પુત્રનું કોરોનામાં મૃત્યુ થયા બાદ પિતાએ દિકરીની જેમ પુત્રવધૂનાં લગ્ન કરાવી વિદાય આપી છે.

કુટુંબીજનોએ પણ આ નિર્ણયને આવકાર્યો હતો. અને અમદાવાદમાં ખાનગી નોકરી કરતા હાર્દીકભાઇ કેશવાલા સાથે પુત્રવધુનુ સગપણ ગોઠવ્યું હતું. ભીખુભાઇએ પુત્રવધુનાં લગ્ન પણ દિકરીની જેમ કરાવ્યા હતા. અને તમામ કરિયાવર પણ આપ્યું હતું. જૂનાગઢનાં ભીખુભાઇ માલવિયાનાં પુત્ર પ્રજેશભાઇનાં લગ્ન મેંદરડાનાં બાબરતીરથ ગામે રહેતા જેન્તીભાઇ રાખોલિયાનાં પુત્રી ચેતનાબેન સાથે થયા હતાં.

પ્રજેશભાઇ જોષીપરામાં પાનની દુકાન ચલાવતા હતા. સામાન્ય અને નાનો પરિવાર ખુશ હતો. પરંતુ કોરોનામાં પ્રજેશભાઇનું મૃત્યુ થયું હતું. આથી તેમનો એક પુત્ર અને પત્ની નિરાધાર બન્યાં હતાં અને તેમની જવાબદારી પ્રજેશભાઇનાં પિતા ભીખુભાઇ ઉપર આવી ગઇ હતી. ભીખુભાઇ પુત્રવધુને દિકરીની જેમ રાખતા હતાં. સમય જતાં પુત્રવધુનું સગપણ કરવાનો નિર્ણય કર્યો હતો.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!