જૂનાગઢ : નાળિયેર ઉતારીને નીચે આવ્યો, ત્યાં જ 17 વર્ષીય યુવકે જીવ ગુમાવી દીધો, મોતનું કારણ જાણીને આંચકો લાગશે…
હાર્ટ એટેકના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે, એવામાં વધુ એક બનાવ સામે આવ્યો છે. ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખદાયી કહેવાય. ગઈકાલે જ રાજકોટમાં ગુરુપૂર્ણિમાના કાર્યક્રમ દરમિયાન એક વિદ્યાર્થીનું હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું હતું. આજ રોજ ફરી એક બનાવ સામે આવ્યો છે. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી આપીએ કે આખરે ક્યાં કારણે આ બનાવ બન્યો છે.
સૂત્ર દ્વાર જાણવા મળ્યું છે કે, ચોરવાડ ગામમાં નાળિયેરની વાડીંમાં કામ કરતા 17 વર્ષના છોકરાનું કાર્ડિયેક એરેસ્ટને કારણે મોત થયું. મૃતક યુવાનનું નામ જિજ્ઞેશ વાજા હોવાનું જાણવા મળ્યું છે તેમજ આ બનાવ અંગે જાણવા મળ્યું કે ઘટના દરમિયાન લોકોએ તેને CPR આપવાનો પ્રયાસ કર્યો હતો અને બાદમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
હોસ્પિટલમાં પહોંચ્યા ત્યારે તબીબે તેને મૃત જાહેર કરેલ. દિવ્યભાસ્કરના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું હતું કે, જિજ્ઞેશ વાજા ચોરવાડ હોલીડે કેમ્પ નજીક આવેલી વાળીમઆ સવારે તે નાળિયેર ઉતારવાનું કામ કરી રહ્યો હતો. તે નાળિયેર લઈને જઈ રહ્યો હતો ત્યારે જ અચાનક ઢળી પડ્યો હતો અને સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ થોડી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું.