શિક્ષક દિવસે જ શિક્ષક શાળાના રૂમ ગડોફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું! સૂસાઈડ નોટ મા લખ્યું કે
આજે શિક્ષક દિવસ છે, ત્યારે સમગ્ર દેશમાં શિક્ષક દિવસની ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી હશે અને એવા મહાન શિક્ષકોનું સન્માન પણ કરવામાં આવ્યું હશે. આમ પણ કહેવાય છે ને કે સમાજમાં શિક્ષક નું મહત્વ અનેરું છે. દરેક વ્યક્તિ જીવનમાં આગળ તેના શિક્ષક આપેલ જ્ઞાન થકી જ સફળતા મેળવી હોય છે. ત્યારે આ શિક્ષકોના જીવન સદાય લોકોને સમર્પિત રહ્યું હોય છે. આજનાં દિવસે એક એવી દુઃખ ઘટના બની કે, શિક્ષક આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવી દીધું.
એક તરફ સૌ કોઈ આજે શિક્ષક દિવસની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે આજે આ શિક્ષક પોતાનું જીવન ટૂંકાવીને આત્મા હત્યા કરી લીધી. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના થોરડી ગામએ શાળામાં જ શિક્ષકએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું અને અંતિમ વેળા સુસાઇડ નોટ લખી છે. તમને જાણીને દુઃખ થશે કે, શિક્ષક પોતાની દીકરીને વોટ્સએપ મા આ સુસાઇડ નોટ મોકલાવી.
મૃતક શિક્ષકએ બે ટીપીઓ અને એક આચાર્યના ત્રાસથી જીવન ટુંકાવ્યાનું પગલું ભર્યું હોવાનું સામે આવ્યું અને આ જાણ થતાં જ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુસાઇડ નોટમાં લખ્યું કે માનસિક રીતે ટોર્ચર કર્યા એટલે આ પગલું ભરે છે તેમ લખ્યું હતું. જેમનું જીવન સદાય બાળકોને ભણાવવામાં વિત્યું એજ કલાસ રૂમમાં જ ગળાફાંસો ખાઇ લીધો.આ શિક્ષક નું નામ ઘનશ્યામભાઈ અમરેલીયા છે.શાળાના સ્ટાફનું ધ્યાન પડતા તુરંત જ પોલીસને જાણ કરી હતી. જેના પગલે પોલીસ અધિકારી સ્ટાફ સાથે દોડી આવી તપાસ હાથ ધરેલ હતી.
જ્યારે શિક્ષકના મૃતદેહ પીએમ અર્થે ખસેડવામાં આવેલ. મૂર્તકની દીકરી એ જણાગ્યું હ્તું કે, મૃતક શિક્ષકની દીકરીએ જણાવ્યું છેકે, મારા પપ્પાને માનસિક રીતે હેરાન કર્યા છે. છેલ્લા એક મહિનાથી ડિપ્રેશનમાં અને એકલા એકલા રહેતા હતા.સુસાઇડ નોટ લખેલી છેકે આ લોકોએ માનસિક રીતે ટોર્ચર કર્યા એટલે આ પગલું ભરે છે. પિતાને ઓકેશનલી ડ્રકિંગની ટેવ હતી અને એ લોકો આ ડ્રિકિંગની ફાઈલ ઉપર પહોંચાડશું અને નોકરીનું જોખમ થશે તેમ કહીને હેરાન કરતા હતા. હવે આ ઘટના અંગે આગળ પોલીસ તપાસ કરશે અને આરોપીઓ સામે આગળની કાર્યવાહી કરશે. શિક્ષક દિવસે આ એક શ્રેષ્ઠ શિક્ષક ગુમાવ્યા છે, ત્યારે તેમની આત્માને ઈશ્વર શાંતિ અર્પે એજ પ્રાર્થના.