જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરીને આ મહિલા પોતાના પરિવારથી દૂર રહીને અમેરિકામાં કરોડો રૂપિયાની કંપની બનાવી.

આજે આપણે એક એવી બિઝનેસમેન મહિલા વિશે વાત કરવાની છે, જેમનું જીવન ખૂબ ન સઘર્ષમય રહ્યું અને જીવન પણ દરિદ્રતામાં પસાર થયું પરતું કહેવાય છે ને કે, જગતમાં દરેક નો સમય બદલાઈ જાય છે. એવી જ રીતે આ યુવતી અથાગ પરિશ્રમ થકી પોતાનું જીવન બદલાવ્યું અને આજે અમેરિકામાં કંપની ઉંભી કરી દીધી અને આજે અબજો રૂપીયાની કમાણી કરવાનું શરૂ કરી દીધું. માણસના નસીબ અને મહેનત થકી જીવનમાં ખૂબ જ આગળ વધી શકે છે.

જ્યોતિ રેડ્ડી એ પોતાના જીવન માં ખુબ જ સંઘર્ષ કર્યો છે. જયારે તે નવ વર્ષની હતી ત્યારે તેમના પિતા એ તેમને અને તેમની નાની બહેન ને અનાથ આશ્રમ માં મોકલી દીધી હતી. જ્યોતિ રેડ્ડી નો પરિવાર ખુબ જ મોટો હતો. જેને કારણે તેમના પિતા એ આ પગલું ભર્યું હતુ.જ્યોતિ નો જન્મ આંધ્ર પ્રદેશ ના વારંગલ જીલ્લા ના ગુડેમ માં થયો હતો અને તેમના પરિવાર માં કુલ પાંચ ભાઈ બહેનો હતા.તેમના પિતા એક સામાન્ય ખેડૂત હતા અને ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. જ્યોતિ રેડ્ડી અને તેમની બહેન ને પેટ ભરીને જમવાનું મળી શકે એટલા માટે તેઓ એ તે બંને ને અનાથ આશ્રમ માં મોકલી દીધા હતા.

પરંતુ જ્યોતિ તેમની બહેન ની સાથે અનાથ આશ્રમ માં રહી ન શક્યા અને ઘરે પાછા આવી ગઇ ને ત્યારબાદ પોતાનું ધ્યાન અભ્યાસ પર કેન્દ્રિત કર્યું ઉઘાડા પગે ચાલીને સ્કુલ એ જતી હતી અને તેમની સ્કુલ અઢી કિલોમીટર દુર હતી. સ્કુલ માં જ્યોતિ હમેશા પાછળ વાળી સીટ પર બેસતી હતી કેમકે તેના કપડા ખરાબ રહેતા હતા.પિતાજી ની ઘર ચલાવવા માં મદદ થઇ શકે તેના માટે જ્યોતિ રેડ્ડી એ અભ્યાસ ની સાથે સાથે વોકેશનલ ટ્રેનીંગ પણ લીધી હતી. જેથી તે કપડા સીવી ને પૈસા કમાઈ શકે.

એટલું જ નહિ પૈસા કમાવવા માટે અનાથાલય ના સુપ્રિટેન્ડેન્ટ ના ઘર નું કામ પણ કરતી હતી. પરતું કહેવાય છે ને કે, જીવનમાં અથાગ પરિશ્રમ થકી આખરે સફળતા મળે જ છે. અને જ્યોતિનું ભાગ્ય ચમકયું અને આખરે જયોતિ રેડ્ડી નું નસીબ વર્ષ ૨૦૦૦ માં ચમકી ગયું. જયારે તેઓને અમેરિકા માં નોકરી ની ઓફર મળી. નોકરી કરવા માટે જ્યોતિ ને પોતાના પરિવાર ને છોડવો પડ્યો અને જ્યોતિ ને પોતાની બંને દીકરીઓ ને હોસ્ટેલ મોકલવી પડી.

અમેરિકા માં જઈને જ્યોતિ એ ગેસ સ્ટેશન માં નોકરી કરી અને બેબી સિટિંગ, વિડીયો શોપ માં પણ કામ કર્યું.દોઢ વર્ષ સુધી અમેરિકા કામ કર્યા બાદ જ્યોતિ ભારત પાછી આવી ગઈ.ભારત આવ્યા બાદ તેણે ફરી અમેરિકા જઈને એક કંપની શરુ કરી.જ્યોતિ એ વિઝા પ્રોસેસિંગ માટે એક કન્સલ્ટીંગ કંપની ખોલી. તેણે પોતાની આ કંપની ને કિઝ સોફ્ટવેર સોલ્યુશન નું નામ આપ્યું.

.ત્રણ વર્ષ માં જ તેની આ કંપની ખુબ જ સારી ચાલવા લાગી અને જ્યોતિ ની આ કંપની માં આજે ૧૦૦ થી વધુ લોકો કામ કરે છે અને આ કંપની નું ટર્નઓવર અત્યારે ૧.૫ કરોડ ડોલર થી વધુ છે. ખરેખર આ મહિલા આપમેળે પોતાના જીવનમાં અનેક ગણી સફળતા મેળવી ત્યારે તે ખરેખર ધન્યવાદને પાત્ર છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *