Entertainment

સાસરાવાળાએ 21 નખવાળો કાચબો,કૂતરો અને 10 લાખ રૂપિયા માગ્યા! યુવતીએ લગ્ન કરવાની જ ન પડી…

આપણે ત્યાં કહેવાય છે ને કે, દહેજની પ્રથા છે અને આમ પણ જ્યારે દીકરી પરણીને જાય છે ત્યારે રાજી ખુશી થી બાપ પોતાની દીકરીને આપે એ કરિયાવર પરતું સાસરવાળા પક્ષ સામેથી જો માંગે તો એ દહેજ છે અને હાલમાં જ એક પરિવારે અનોખું દહેજ માગ્યું છે અને તમે જાણીને ચોકી જશો. યુવતી એ આ દહેજ ની વસ્તુઓ સાંભળતા જ લગ્ન ના પાડી.

ખરેખર દહેજ કાનૂની રીતે ગેરકાયદેસર છે.નાશિકમાં રહેતો અને સૈન્યમાં કામ કરતા યુવક અને સંભાજીનગરમાં રહેતી યુવકનું સગપણ નક્કી થયા બાદ સગાઈ થઈ હતી. એ સમયે બંને પક્ષ વચ્ચે દહેજમાં સવા બે લાખ રૂપિયા અને સોનાની વીંટી આપવાનું નક્કી થયું હતું. એ મુજબ ઈંટનો વ્યવસાય કરતા પિતાએ સગાઈમાં આ માગણી પૂરી કરી હતી.

એ પછી વર પક્ષના લોકોએ યુવતીને નોકરી અપાવીશું એમ જણાવી રૂ. 10 લાખ રોકડા, 21 નખનો જીવતો કાચબો, લેબ્રેડોર શ્વાન અને અન્ય માગણીઓ કરી હતી. યુવતીના પિતાએ શરૂઆતમાં થોડા રૂપિયા આપ્યા પણ સતત માગણીથી કંટાળીને યુવતીએ લગ્નનો નકાર આપ્યો અને પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી.

એવી માન્યતા છે કે કાળો શ્વાન ઘરમાં હોય તો હંમેશા શાંતી રહે છે. જ્યારે 21 નખવાળો કાચબો ઘરમાં હોય તો સુખસમૃદ્ધિ રહે છે અને સંપત્તિ આવે છે. આ અંધશ્રદ્ધાને કારણે દહેજમાં શ્વાન અને કાચબાની માંગણી કરી અને આ વાત સાંભળતા કોઈપણ લગ્ન ન કરવા તૈયાર થઈ જાય. ખરેખર આવું ક્યારેય ન કરવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!