GujaratViral video

સ્ટેજ પર જઈને કમાએ એવું કામ કર્યું કે વિડીયો જોઈ સૌ કોઈ કમાના કરી રહ્યા છે ખુબ વખાણ ! જુઓ આ વિડીયો

સોશિયલ મીડિયા વિશે જ્યારે પણ વાત કરવામાં આવે ત્યારે આપણા મનમાં અનેક એવા વાયરલ વિડીયો આવતા હોય છે જેને જોયા બાદ અમુક વખત આપણા હોશ ઉડી જતા હોય છે તો અમુક વખત આશ્ચર્યનો ચમકારો પણ થતો હોય છે, એવામાં તમને ખબર જ હશે કે મોટા મોટા કલાકારો તથા ગીતકારોના અનેક એવા વિડીયો વાયરલ અહીં થતા જ રહેતા હોય છે, જયારે ગુજરાતી કલાકાર તથા ગીતકારોના તો ઘણા બધા વિડીયો તમને સોશિયલ મીડિયા પર જોવા મળી જ હશે.

મિત્રો તમે કમાને ઓળખતા જ હશો, કમાએ હાલ એટલું બધું નામ કમાય લીધું છે કે આખા ગુજરાત રાજ્યની અંદર તેમને સૌ કોઈ ઓળખતું થઇ ચૂક્યું છે. તમને ખબર જ હશે કે કમાભાઈ અનેક એવા ડાયરાના કાર્યક્રમની અંદર પોતાની હાજરી આપતા હતા અને કમાભાઈને જોવા માટે લોકો પણ ભારે ભીડમાં એકઠું થતું, આથી જ જાણી શકાય કે કમાભાઈ કેટલી હદે ફેમસ હશે.

એવામાં હાલ કમાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે, કમાની એન્ટ્રી તથા તેના ડાન્સ જેવી અનેક સ્ટાઇલથી લોકો તેમના દીવાના થયા છે આ વીડિયોની અંદર પણ આવું જ કાંઈક છે, વાયરલ થઇ રહેલ આ વીડિયોમાં જોઈ શકાય છે કે કમો ખુબ ઉત્સાહથી સ્ટેજ પર ચડે છે અને ત્યાં જઈને તે રાજભા ગઢવીને હોંશે હોંશે ગળે મળે છે અને બાદમાં દિગુભાને પણ ગળે લાગે છે,આ દ્રશ્ય ખુબ જ સરસ છે.

પણ વીડિયોની ખાસ વાત તો એ છે કે ત્યાં નીચે કોઈ બહેન બેસેલા છે તેને જોઈને કમો તેમના પગે લાગે છે, કમાના આવા કામને સોશિયલ મીડિયા પર સૌ કોઈ ખુબ વખાણી રહ્યું છે, એક સોશિયલ મીડિયા યુઝરે તો એવી પણ કમેન્ટ કરી છે કે “જે બહેનો દીકરીઓને પગે લાગે એની પેઢી તરી જાય.” હાલ આ વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો દ્વારા ખુબ પસંદ પણ કરવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!