નાના બાળક જે ગીત “બચપન કા પ્યાર ” ગીત ગાઈ ને ફેમસ થયો છે તે મુળ આ ગુજરાતી સિંગરે ગાયેલું છે
હાલમાં જ્યાં જુઓ ત્યાં ‘ બચપન કા પ્યાર ‘ સોંગ અને સહદેવ ચર્ચાનો વિષય બન્યા છે. કહેવાય છે ને કે સોશિયલ મીડિયામાં લોકો રાતો રાત લોકપ્રિય થઈ શકે છે. આ બાળકને બાદશાહ પણ બોલાવેલ છે અને આ સોંગનું રિમેક્સ પણ કરેલું છે. આ તમામ ઘટનાઓ પાછળ એમ ચોંકાવનારી ઘટના સામે આવી છે.વાત જાણે એમ છે કે,’બચપન કા પ્યાર’ ગીતન મૂળ ગુજરાતી કલાકારે ગાયેલું છે.
શું તમે જાણો છો કે આ ગીત ‘જાને મેરી જાનેમન’ ક્યાંથી આવ્યું? આ ગીત મૂળ ગુજરાતનાં લોકપ્રિય કલાકારે ગાયેલું છે. ‘જાને મેરી જાનેમન’ 2018 માં ગુજરાતના આદિવાસી લોક ગાયક કમલેશ બારોટ ગાયેલું કમલેશે જણાવ્યું કે તેણે આ ગીત 2018 માં કમ્પોઝ કર્યું હતું. આ પછી, અમદાવાદની મેશ્વ ફિલ્મ્સ નામની કંપનીએ તેમની પાસેથી આ ગીતના તમામ રાઇટ્સ ખરીદ્યા.
વર્ષ 2019 માં તેની યુટ્યુબ ચેનલ પર રિલીઝ થઈ. અત્યાર સુધી આ ગીતને YouTube પર 4.4 મિલિયન એટલે કે 44 લાખ વખત જોવામાં આવ્યું છે. કમલેશ બારોટ ગુજરાતનાં લોકપ્રિય કલાકાર છે અને અત્યાર સુધીમાં 6000 થી વધુ સોંગ ગાયેલ છે.ત્યારે આ હકીકત જાણીને ગર્વ અનુભવાય કે કમલેશ બારોટ નું સોગ ચર્ચાનો વિષય બન્યું
આ ગીત બાળપણના પ્રેમની યાદ અપાવી છે. છત્તીસગગઢના સહદેવ નામના છોકરાએ ‘જાને મેરી જાનેમન, બચપન કા પ્યાર મેરા ભુલ નહીં જાના રે’ ગાયાં. તેમના દ્વારા ગવાયેલા ગીતની એક ક્લિપ સોશિયલ મીડિયા પર પહોંચી હતી. હવે દરેક સ્ટાર સેલિબ્રિટી આ ગીત પર વિડિઓ બનાવી રહ્યા છે. સહદેવનો તે વીડિયો એટલો લોકપ્રિય થયો છે કે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેશ તેમની મુલાકાત લીધી.તેનું ગીત લાઇવ સાંભળ્યું અને તેના ખૂબ વખાણ કર્યા.