Health

જો સાપ કરડે તો સૌ પ્રથમ કરો આ કાર્ય..

આજે આપણે જાણીશું કે સાપ કરડે ત્યારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ.જ્યારે કોઈ વ્યક્તિને સાપ કરડે છે તો તેને જાણ નથી હોતી કે કરડેલ સાપ ઝેરી છે કે બિન ઝેરી. આ માટે જ્યારે પણ કોઈ વ્યક્તિને સાપ કરડે તો તે દરમિયાન એ સાપનો ફોટો જરૂર પાડી લેવો જોઈએ જેથી સારવાર દરમિયાન ડોક્ટરને બતાવવા આવે તો તે યોગ્ય સારવાર કરી શકે.

જ્યારે પણ કોઈ વ્યક્તિને સાપ કરડે તો તેં વ્યક્તિને ગભરામણ ન થવા દેવી જોઈએ તેમજ તે વ્યક્તિ જે પણ કંઈ વસ્તુઓ પહેરી હોય એ કાઢી લેવી અને તેને સુવડાવી દેવો તેમજ ખાસ એ વાતનું ધ્યાન રાખવું કે તેની આંખો બંધ ન થવી જોઇએ તેમજ જો એ પાણી માગે તો પાણી ક્યારેય ન પીવડાવવું જોઈએ કારણ કે તેનાથી તેને ઊલટીઓ શરૂ થઈ શકે છે.

આપણે ત્યાં એવી માન્યતા થઈ ગઈ છે કે સાપ કરડે એટલે વ્યક્તિનાં એ ભાગની આગળ ટાઈટ કપડાં થી બાંધી દે છે પરંતુ આવું ન કરવું જોઈએ કારણ કે તેનાથી મસલ ફાટી જાય છે તો ક્યારેક તેમાં સડો થઈ જાય છે. સૌથી પહેલા સાપ કરડે એટલે તે ભાગને પાણી થી સ્વચ્છ કરી નાખો અને ત્યારબાદ તેના આગળના ભાગમાં એક ટચલી આંગળી જઇ શકે એવી દોરી બાંધી દેવી અને આ વ્યક્તિને તાત્કાલીક ડોકટર પાસે જ લઇ જવો જોઈએ.

આજના સમયમાં લોકો સાપ કરડે એટલે બાબા કે ભૂવાઓ પાસે લઈ જાયછે સાપનું ઝેર ઉતારવા માટે અને ક્યારેક બની શકે છે કે તેનાથી વ્યક્તીનો જીવ પણ જાય છે કે, આ કારણે ક્યારેય પણ અંધશ્રદ્ધા ન રાખવી જોઇએ. સાપ ઝેરી છે કે બિન ઝેરી એ જાણતાં નથી એટલે ક્યારેક વ્યક્તિનો જીવ પણ જાય શકે છે. હા એક વાત ખાસ કે ક્યારેક ઓળખાણ વગર સાપને પકડવો ન જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!