સોમનાથ મહાદેવના દર્શનાર્થે પોહચી બૉલીવુડની સ્ટાર અભિનેત્રી કંગના રનૌત ! ભગવાન સામે માથું ટેકવી કર્યા દર્શન..જુઓ તસ્વીર
બૉલીવુડની પ્રખ્યાત અભિનેત્રી એવી કંગના રનૌત વિશે તો આપ સૌ કોઈ જાણતા જ હશો અને ઓળખતા પણ હશો. આ અભિનેત્રીએ બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં અનેક મોટી મોટી ફિલ્મો આપી ચુકી છે તેમજ સોશિયલ મીડિયા પર અમુક વખત પોતાના નિવેદનનોને લઈને ભારે ચર્ચામાં પણ રહેતી હોય છે. એવામાં વાત કરવામાં આવે તો કંગનાની ફિલ્મ “તેજસ” હાલ સિનેમાઘરોની અંદર રિલીઝ થઇ ચુકી છે આથી આ ફિલ્મને સારી સફળતા મળે તે માટે થઈને અભિનેત્રી હાલ મંદિરોના દર્શને છે.
તમને જણાવી દઈએ કે 3 નવેમ્બરના રોજ કંગના સોમનાથ મંદિરના દર્શને પોહચી હતી અને સોમનાથ મહાદેવના દર્શન કરીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા જ્યા તેને ભેટમાં ભગવાન સોમનાથ મહાદેવની સુબી ભેટ તરીકે આપવામાં આવી હતી. કંગનાએ ભગવાન મહાદેવનું જળાભિષેક કર્યો જે બાદ સોમનાથ મંદિરના ટ્રસ્ટી શ્રીએ કંગનાને ચંદનનો ચાંદલો કરીને ખેસ ઓઢાડીને આશીર્વાદ આપ્યો હતો.
અભિનેત્રીએ મંદિરમાં અનેક તસવીરો પણ ખેંચાવી હતી જેમાં તે ખુબ સુંદર દેખાય રહી છે,આશીર્વાદ તરીકે કંગનાને પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો, તમને ખબર જ હશે કે સોમનાથ મહાદેવનું મંદિર આખા ભારતમાં ખુબ જ વધારે પ્રખ્યાત છે કારણ કે આ 12 જ્યોતિલિંગ માનું એક જ્યોતિલિંગ છે આથી અનેક અભિનેત્રીઓ બૉલીવુડના અનેક મોટા મોટા કલાકારો તથા રાજકીય નેતાઓ પણ અહીં ભગવાનના દર્શને આવતા હોય છે.
કંગના હાલ પોતાની ફિલ્મ તેજસનું ખુબ પ્રમોશન કરી રહી છે, આથી તે અનેક મોટા મોટા મંદિરો તથા અનેક મોટા સીટીઓમા પોતાની ફીલમનું પ્રમોશન કરી રહી છે. સોમનાથ પેહલા કંગના અયોધ્યા ખાતે આવેલ ભગવાન રામના દર્શનાર્થે પોહચી હતી અને રામ મંદિરના નિર્માણકાર્યને પણ નિહાળ્યું હતું. હાલ સોશિયલ મીડિયા પર આ તસ્વીરો ખુબ જ વાયરલ થઇ રહી છે અને લોકો દ્વારા પણ ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે.