Gujarat

મહીલા ટીચરે પોતાની એક કરોડ ની સંપત્તિ હનુમાન દાદા ના નામે કરી દીધી ! કારણ જાણી ભાવુક થઈ જશો…જાણો શા માટે

હાલ કલયુગ છે, આ આધુનિક યુગમાં ઘણા એવા સંતાનો છે જે પોતાના માતા-પિતાને અથવા તો ફક્ત માતા કે ફક્ત પિતાને ખુબ ત્રાસ આપતાં હોય છે, એવામાં આ ત્રાસ સહન કરી કરીને ક્યારેક વાલીઓ આત્મહત્યા કરી લેતા હોય છે ક્યાં તો વૃદ્ધાઆશ્રમના દ્વાર ખટખટાવતા હોય છે. એવામાં હાલ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં આ મહિલા શિક્ષક પોતાના સંતાન અને પતિથી એટલી ત્રાસ પામી ગઈ કે તેણે આવો કદમ ઉઠાવી લીધો.

આ પુરી કહાનું શિવકુમારી જાદૌનની છે જે શ્યોપુર જિલ્લાના વિજયપુર શેત્રના ખીતરપાલ ગામમાં સરકારી શિક્ષક તરીકે નોકરી કરી રહી છે. શિવકુમારી પોતાના પતિ અને બે સંતાનોથી એટલી બધી ત્રસ્ત થઇ ચુકી છે કે તે છેલ્લા દસ વર્ષોથી પોતાના મોસાળમાં જ જીવન વ્યતિત કરી રહી છે. શિવકુમારીએ હાલ મોટો નિર્ણય લીધો છે જેમાં તેણે જણાવ્યું કે તે પોતાની પુરી સંપત્તિ છિમછીમાં હનુમાન મંદિર ટ્રસ્ટને દાન કરી દેશે. શિવકુમારી એક કરોડથી પણ વધારે સંપત્તિની માલકિન છે જેમાંથી અમુક સંપત્તિ તેણે બંને સંતાનોને પણ આપી ચૂકેલી છે.

શિવકુમારીએ પોતાની પુરી સંપત્તિ ભગવાન હનુમાનજીના મંદિર ટ્રસ્ટને દાન કરી દીધી છે, આ અંગે તેણે વીલ બનાવી કે ‘મારા મૃત્યુ પછી મારું મકાન અને ચળ-અચળ સંપત્તિ છિમછીમાં મંદિર ટ્રસ્ટની થશે. સંપત્તિમા મારું મકાન, પ્લોટ, વેતન, બેન્ક બેલેન્સ, જીવન વીમા પોલિસીની રાશિ અને સોના-ચાંદીના આભૂષણો શામિલ છે.મારાં મર્યા પછી પણ મારું ક્રિયાકર્મ ટ્રસ્ટના લોકો કરી દેશે, હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી આ મકાનમાં રહીશ. મર્યા પછી આ મકાન પણ મંદિર ટ્રસ્ટનું થઇ જશે.’

જણાવી દઈએ કે શિવકુમારીને 7 ઓક્ટોબર 1998 ના રોજ શિક્ષકની નોકરી પ્રાપ્ત થઇ હતી, હાલ તેઓને તમામ ફંડ બાદ કરતા 56 હજાર રૂપિયા માસિક પગાર આવી રહ્યો છે. આ મહિલા છેલ્લા દસ વર્ષોથી પોતાના મોસાળ બાજુ જ પોતાનું ઘર બનવીને રહેવા લાગી હતી. તેઓને બે સંતાનો છે જેમાં મોટો દીકરો પ્રબલ હત્યા કેસમાં સંડોવાયેલો છે જયારે નાનો દીકરા મૃત્યુંજય ગવાલિયરમાં રહે છે પરંતુ તેની સસથે શિવકુમારીને બોવ સારા સબંધ નથી.

છેલ્લા દસ વર્ષોથી શિવકુમારી પોતાની પતિથી અલગ રહીને વિજયપુરમાં વસવાટ કરતી હતી. તેઓ મોટા દીકરા પ્રબલને જામીન પર છોડાવાનો પ્રયત્ન પણ નથી કરી રહ્યા કારણ કે તેઓને ડર છે કે પ્રબલ બહાર આવીને કોઈ મહિલાનું ઘર ઉજાડી દેશે, ક્યાં તો કોઈ માતાનો દીકરો છીનવી લેશે. હાલ તો તેઓ ડ્યુટી કર્યા બાદ ઘરે આવીને ફક્ત ભગવાનના પૂજા પાઠ કરે છે, એટલું જ નહીં શિવકુમારી જણાવે છે કે તેને તેના પતિનું નામ લેવું પણ નથી ગમતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!