Gujarat

કેદારનાથ હેલીકોપ્ટર ક્રેશ દુરઘટના મા મૃત્યુ પામેલી ભાવનગર ની બે બહેનોના અંતિમ સંસ્કાર આ કારણે હરિદ્વાર મા જ કરવા મા આવ્યા ! પરીવારે દુખ સાથે

આપણે જાણીએ છે કે, એક તરફ દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે પ્રકાશનાં પર્વમાં જ ભાવનગર શહેરમાં અંધકાર છવાઈ ગયો છે.  કેદારનાથમાં થયેલ હેલિકોપ્ટર ક્રેશની ઘટનામાં ભાવનગરની ત્રણ યુવતીઓનું મોત નીપજ્યું હતું. મૃતકોમાં ભાવનગરની બે પિતરાઈ બહેનો હતી. આ દીકરીઓના મૃતદેહને પરત લાવવા માટે યોગ્ય કાર્યવાહી કરેલ.

પરિવાર દ્વારા બંને પિતરાઈ બહેનોની અંતિમવિધિ હરિદ્વારમાં કરવામાં આવી હતી. બંને પિતરાઈ બહેનોની અંતિમવિધિ પૂર્ણ કરીને પરિવાર ભાવનગર આવવા માટે રવાનો થયો હતો. યુવતીઓ વિશે જાણીએ તો ભાવનગર શહેરના દેસાઈનગર-2માં રહેતા કૃતિ કમલેશભાઈ બારડ અને તેમના પિતરાઈ બહેન ઉર્વી જયેશભાઈ બારડનું મોત નીપજ્યું હતું. જ્યારે વાતની જાણ થઈ ત્યારે પરિવારમાં માતમ છવાયો હતો.

જે બાદ પરિવાર દ્વારા હરિદ્વારમાં બંને પિતરાઈ બહેનોની અંતિમવિધિનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે બાદ પરિવાર મોડી સાંજે હરિદ્વાર જવા માટે રવાના થયો હતો. એ પછી પરિવાર દ્વારા હરિદ્વારમાં બંને પિતરાઈ બહેનોની અંતિમવિધિ વિધિવત રીતે પૂર્ણ કરવામાં આવી હતી. બંને બહેનોની અંતિમવિધિ પૂર્ણ કર્યા બાદ પરિવાર ભાવનગર આવવા પરત ફર્યો હતો.

આ દુર્ઘટનામાં સિંહોરની યુવતી પૂર્વા વિનુભાઈ રામાનૂજનું પણ મૃત્યુ થયુ હતુ. તેમના મૃતદેહને રુદ્રપ્રયાગ થઈને દહેરાદૂનથી દિલ્હી ખસેડવામાં આવ્યો હતો. એ પછી તેમના મૃતદેહને દિલ્હીથી અમદાવાદ ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પૂર્વાબેનનો મૃતદેહ સિંહોર આવ્યા બાદ તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી. ખરેખર આ ઘટના એટલી દુઃખદ છે કે, પરિવારજનોએ દિવાળીનાં શુભ તહેવારમાં પોતાના ઘરની લક્ષ્મી ગુમાવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!