આ વર્ષે ખજૂરભાઈને મળી શકે છે પદ્મશ્રી એવોર્ડ! મોદીજી કહ્યું અસાધારણ કામ કરતા લોકોના નામ આપો…

હાલમાં જ્યાં જુઓ ત્યાં ગુજરાતમાં માત્ર એક જ નામ ગુંજી રહ્યું છે ખજૂર ભાઈ. હવે તેનું કારણ તો કોઈને જણાવવાની જરૂર નથી કારણ કે સૌ કોઈ જાણે છે કે ખજૂરભાઈ હાલમાં સેવા અર્થે જોડાયેલ છે અને હવે ગુજરાતીઓ માટે રૂડો અવસર પણ આવ્યો છે ત્યારે સૌ કોઈ ગુજરાતીઓ ઈચ્છે કે ખજૂર ભાઈને પદ્મ શ્રી એવોર્ડ એનાયત કરવામાં આવે અને આ ખરેખર શક્ય પણ છે કારણ કે હાલમાં જ મોદીજી એ અસાધારણ લોકો માટે નોમિટશન મગાવાવની જાહેરાત કરી છે.

ખરેખર વાત જાણે એમ છે કે,પીએમ મોદીએ પદ્મ એવોર્ડ ૨૦૧ માટે ભારતના લોકોને અપીલ કરી છે. કે, એવા લોકોને પદ્મ એવોર્ડ માટે નોમીનેટ કરો જેમણે કોરોનાકાળથી લઈને અત્યાર સુધી સમાજ માટે અસાધારણ કામ કરી રહ્યા હોય. આ માટે પીએમ મોદીએ એક ટ્વિટ કર્યુ હતુ કે, ભારતમાં ગ્રાઉન્ડ લેવલે બહુ સારૂ કામ કરનારા લોકો છે. પણ તેમના માટે બહુ ઓછા લોકોને ખબર છે. કે પદ્મ પુરસ્કારના ભાગરૂપે પદ્મ વિભૂષણ, પદ્મ ભુષણ અને પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવે છે. જે દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે.

મોદી સરકાર સત્તા પર આવી તે પછી સમાજમાં સારૂ કામ કરતા પણ ગુમનામ રહેતા લોકોને આ પુરસ્કાર મળે તે માટે લોકો પાસેથી નોમિનેશન મેળવવાનું શરૂ કરાયું છે. જેના આધારે જ આ એવોર્ડ મેળવનારાઓના નામની જાહેરાત કરવામાં આવે છે. મોદીજી એ પદ્મ એવોર્ડ માટેની વેબસાઈટની લિંક પણ શેર કરતા કહ્યું હતું કે, આવા લોકો અંગે આપણને વધારે જાણવા મળતું નથી પણ તમે જો આવા લોકોને અને તેમના સમાજ માટેના કામને જાણતા હોય તો તમે તેમને પદ્મ પુરસ્કાર માટે નોમિનેટ કરી શકો છો. આ માટે ૧૫ સપ્ટેમ્બર સુધીનો સમય રાખવામાં આવ્યો છે.

હાલમાં જ્યાં જુઓ ત્યાં દરેક ગુજરાતી ઓ ઈચ્છેગુજરાતમાં આ એવોર્ડનો અસલી હક્કદાર ખજુરભાઈ છે. કારણ કે, ખજુરભાઈ કોરોનાકાળથી લઈ સૌરાષ્ટ્રમાં વાવાઝોડાંમાં ગરીબ લોકોની વ્હારે આવનાર પહેલી વ્યક્તિ છે. ખજુરભાઈ જાતે નિરાધાર લોકોના ઘરે જઈને એમના પડી ગયેલ ઘર પર જેસીબી ફેરવીને નવેસરથી નિર્માણ કરી આપે છે. સૌરાષ્ટ્રના અસંખ્ય ગામોમાં એમણે ઘર બનાવ્યા છે. તેમજ કોરોનામાં અનેરી સેવા પણ કરી છે. તેથી ખજુરભાઈને આ એવોર્ડ મળવો જોઈએ તેવી ચાહકોમાં માંગણી અને લાગણી જોવા મળી રહી છે અને સૌ કોઈ ખજૂરભાઈ ને ગુજરાતના સોનુસુદ ની ઉપમા આપી છે હવે આપણે સૌ કોઈ ઇચ્છીએ કે ખજૂરભાઈને પદ્મશ્રી એવોર્ડ મળે તે માટે આપણે સૌ કોઈ નોમિનેટ કરીએ.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *