ખજુર ભાઈ ના હાડીડા ગામ છોડી ને જવાની વાત સાંભળતા જ દાદા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા, અને ખજુર બાઈ એ પણ કરી આ વાત

ખેડુતભાઈ એટલે કે નીતીન જાની છેલ્લા 3 મહીના થી પોતાની ટીમ સાથે ગુજરાત ના વિવિધ ગામડા ની સેવા કરી રહ્યા છે અના લોકો ના પડી ગયેલા અના નબળા મકાન ફરી બનાવી ને આપી રહ્યા છે. ત્યારે ખજુરભાઈએ સાવરકુંડલા તાલુકાના હાડીડા ગામે એક સાથે ત્રણ પરિવારોનું મકાન બનાવી રહ્યા હતા. ખજુરભાઈએ સૌ પ્રથમ હાડીડા ગામની મુલાકાત લીધી હતી.

ત્યારે ગામના આગેવાન ભીખુભાઈ લાખાભાઈ અરજણભાઈ દેવગણીયા ખજુરભાઈ સાથે રહી અને ત્યાર બાદ ગામના લાભુબેન કરશનભાઈ સોંદરવા હરીજન, નબેન દેવજીભાઈ કાછડીયા કાયાધુ ભાર વાલજીભાઈ ઘોડાદરા અને ગામના સરપંચશ્રી બાલુભાઈ ગામના નિરાધાર પરિવારોના ઘરે જઈ તેમની મુશ્કેલી અને પરિસ્થિતીથી અવગત થયા હતા.

હિરાભાઈ વરીયા કડીયાકુંભાર ત્રણ પરિવારોના મકાન બનાવવાનું નક્કી કરી તેમના મકાન બનાવવાની શરૂઆત કરી દીધી. ઉલ્લેખનિય બાબત એ છે કે, લાભુબેનની છેલ્લા ૨૫ વર્ષથી એક જ કિડની કામ કરે છે. છતાં પણ પોતાનું ગુજરાન ચલાવવા દહાડી કરે છે.

ખજુરભાઈએ અત્યાર સુધીમાં ૯૭ મકાન બનાવ્યા છે. અને હાડીડા ગામે એક સાથે ૩ મકાન બનાવતા ૧૦૦ પરિવારોને મકાન બનાવી આપવાનો આંકડો પહોંચતા ખજુરભાઈ પોતાના ર૦૦ના લક્ષ્યાત તરફ આગળ વધી રહ્યા છે.

હાડીડા ગામ ના મકાન બનાવતી વખતે ત્યા 70 વર્ષ ના દાદા સાથે ખજુરભાઈ ની મુલાકાત થય હતી અને સેવા મા પણ સાથે રહ્યા હતા ત્યારે દાદા અને ખજુરભાઈ વચ્ચે એક અનેરો મિત્રતા જેવો સંબંધ થય ગયો હતો જયારે હાડીડા ગામે મકાન નુ કામ પુરુ થયુ ત્યારે ખજુર ભાઈ એ જાવાની વાત કરી ત્યારે દાદા ભાવુક થય ગયા હતા અને રડવા લાગ્યા હતા.

 

ત્યારે ખજુર ભાઈ એ પણ આશ્વાસન આપ્યું હતુ કે હુ તમારી સાથે જ છુ.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *