ખેત મજૂરી અને પશુપાલન કરતી આ માતાઓએ બનાવી પોતાની દીકિરોને ડોકટર, સઘર્ષની કહાની સાંભળી આંખમાંથી આંસુ આવી જશે…

આજના સમયમાં દરેક ક્ષેત્રે મહિલા આગવું સ્થાન ધરાવે છે. એક સ્ત્રી ધારે તો કંઈપણ કરી શકે છે. આજે અમે આપને સ્ત્રીની મનોબળ અને આત્મવિશ્વાસની કહાની વિશે જણાવીશું. આજના સમયમાં લોકો સ્ત્રી ને કમજોર સમજે છે પરંતુ આજે અમે આપને બે એવી મહિલા વિશે જણાવીશું જેને ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરીને પોતાની બંને દીકરીઓને ડોકટર બનાવી.

આ પ્રેરણાદાયી કિસ્સો બન્યો છે, દક્ષિણ ગુજરાતના મહુવા,ચીખલી અને વાંસદા તાલુકાના ગામના ઉષાબહેન અને શોભના બેનએ અત્યંત ગરીબીમા મહામેહનત કરી પોતાની દીકરીને સર્વોચ્ચ હોદ્દા પર બેસાડી આજે ડોક્ટર બનાવ્યા છે. ખાસ વાત એ છે કે, ગરીબીના કારણે ઘરમાં બારણા ન હોવાથી શિયાળામા ઠંડી વધુ લાગતી ત્યારે માતા ઘરમાં અગ્નિ પ્રજવલિત કરી અભ્યાસ કરતી પોતાની દીકરી સાથે મોડી રાત સુધી બેસતી અને મળસ્કે વહેલી ઉઠી પશુપાલનના કામમાં જોતરાઈ જતી.

માતાની આ મેહનત અને પરિશ્રમ થકી આજે દીકરીઓ ડોક્ટર બની પોતાનુ તેમજ માતાનુ સપનુ પૂરું કર્યુ છે. ખાસ વાત એ છે કે, ઉષા બેન જણાવેલ કે, દીકરીને ડોક્ટર બનાવવા માટે 2 વીંઘા જમીન પણ વેંહચી નાખી હતી.આજે મારી દીકરી એમબીબીએસ પૂર્ણ કરી સુરત સ્મીમેર હોસ્પિટલમાં સેવા આપે છે. માતાનું પણ કહેવું હતું કે દીકરીને ડોક્ટર તરીકે જોતાજ અમારા તમામ દુઃખો દૂર થઈ ગયા હોય તેવુ લાગે છે. હવે અપેક્ષાને એમડીનો અભ્યાસ પૂર્ણ કરાવીશું.

દીપિકા બેન પણ જણાવેલ કે, પ શુપાલન અને ખેતી કામ કરીને ભારે તકલીફો વચ્ચે દીકરીઓને ઉચ્ચ શિક્ષણ આપ્યુ છે. બેંકમાંથી લોન લઈ દીકરીઓને ડોક્ટર બનાવી.આજે નાની દીકરી જીનલ સ્મિમેરમાં ડોક્ટર બનીને સેવા આપી રહી છે. અન્ય બે દીકરી અને દીકરો પણ મેડિકલ ક્ષેત્રમાં કારર્કિદી ઘડી રહ્યા છે.

શોભનાં બેન જણાવેલ હતું કે, પરિવારની સ્થીતી અત્યંત ગરીબ હોવાથી દીકરીને ઉચ્ચ શિક્ષણ અપાવવું એક પડકાર સમાન હતું. છતાં અનેક મુશ્કેલીઓ વેઠી પિનલને એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કરાવ્યો.આજે લોકો દીકરીની પ્રસંશા કરે ત્યારે મેહનત સફળ થયાનો આનંદ થાય છે. દીકરીને ડોકટર બનાવવા માટે વ્યાજે પૈસા લીધા હતા.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *