Gujarat

કિંજલ દવે હાલ છે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે!! પોતાના પરિવાર સાથે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી આ ખાસ તસ્વીર… જુઓ

ગુજરાતના લોકપ્રિય ગાયિકા કિંજલ દવે સહ પરિવાર (Kinjaldave family ) સાથે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયા છે. ચાલો અમે આપને જણાવીએ કે ક્યાં કારણોસર કિંજલ દવે ઑસ્ટ્રેલિયા ગયા છે? ગીતાબેન રબારી (Geetaben)બાદ હવે કિંજલ દવે વિદેશના પ્રવાસ ( Foreign Tour )પર હોવાથી તેઓ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યા છે.

ગુજરાતના લોકપ્રિય ગાયિકા તરીકે અને ગુજરાતી કોયલ તરીકે કિંજલ દવેનું નામ મોખરે છે અને વિદેશમાં (Foreign) પણ કિંજલ દવેની લોકપ્રિયતા એટલી જ વધારે છે. હાલમાં થોડા દિવસ પહેલા જ કિંજલ દવે પોતાના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એકાઉન્ટ દ્વારા ઓસ્ટ્રેલિયા ટુરની (Australia Tour) વાત જાહેર કરી હતી. તમને જણાવી દઈએ કે કિંજલ દવે ઑસ્ટ્રેલિયામાં આયોજિત નવરાત 2023માં હાજરી આપશે.

ઑસ્ટ્રેલિયાના અલગ અલગ સિટીમાં તારીખ 29 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી ગુજરાતીઓ કિંજલ દવેના સ્વરે ગરબા (Garaba) રમશે. ખરેખર આપણા ગુજરાતીઓ માટે ગર્વની વાત છે કે વિદેશની ધરતી પર આપણા ગુજરાતીઓએ આપણી પરંપરા અને સંસ્કૃતિને જીવંત રાખીને વિદેશમાં ગુજરાતીપણું અને ગુજરાતને ધબકતું રાખ્યું છે.

ઑસ્ટ્રેલિયા પ્રવાસની તસવીરો કિંજલ દવેના પિતા લલિત દવે શેર કરી હતી. હાલમાં હવે કિંજલ દવે સોશિયલ મીડીયામાં ઑસ્ટ્રેલિયા પ્રવાસની તસવીરો શેર કરી છે,આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે કિંજલ દવે પોતાના માતા પિતા સાથે હળવાશની પળો માણી રહ્યા છે અને તેમની સાથે તસવીરો પણ પોતાના ચાહકો માટે શેર કરી છે. આ તસવીરો હાલમાં સોશિયલ મીડિયામાં લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!