ભોળાદ ધામમાં યોજાયેલ ભવ્ય લોક ડાયરામાં કિર્તીદાન ગઢવી એ રમઝટ બોલાવી! દાનભા બાપુએ કર્યો રૂપિયાનો વરસાદ…જુઓ વિડિયો
હાલમાં જ ભોળાદ ધામ ખાતે સુરાપુરા બાપાના સાનિધ્યમાં અતિ ભવ્ય અને દિવ્ય ૮મો પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી આ પાટોત્સવમાં સૌ દાદાના છોરુંએ હાજરી આપી હતી તેમજ આ દિવ્ય પાટોત્સવમાં સુરાપુરા દાદા તેમજ દાનભા બાપુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. તમને જણાવીએ કે આ પાટોત્સવના ભાગરૂપે લાખો ભાવિ ભક્તો દેશ વિદેશથી પધાર્યા હતા.
સાધુ, સંતો, મહંતો, તેમજ સૌ આઈ માંએ પણ દાદાના ભવ્ય અને દિવ્ય પાટોત્સવમાં હાજરી આપી હતી, ખરેખર સુરાપુરા ધામ ખાતે યોજાયેલ આ પાટોત્સવ ન ભૂતો ન ભવિષ્યતિ સમાન હતો. આજે દાદાના પ્રપાતે ટૂંકા જ સમયમાં ભોળાદ ધામ આસ્થાનું કેન્દ્ર બન્યું છે. દિન દુઃખિયાનો આશરો બન્યું છે અને પ્રતિદિન ધામમાં પધારતા સૌ ભાવિ ભક્તોને સવાર, સાંજ અને બપોરે પ્રસાદ આપવામાં આવે છે. ખરેખર કહેવાય છે ને કે, જ્યાં અન્ન નો ટુકડો ત્યાં હરિ ઢુકડો.
હાલમાં જ ભોળાદ ધામ ખાતે પાટોત્સવ નિમિત્તે યોજાયેલ ભવ્ય લોક ડાયરામાં ગુજરાતના અનેક લોકપ્રિય ગાયક કલાકારો પધાર્યા હતા, ત્યારે આ ડાયરામાં કિર્તીદાન ગઢવી એ પણ ખૂબ જ રમઝટ બોલાવી દીધી હતી. કિર્તીદાન ગઢવી એ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકશો કે કિર્તીદાન ગઢવીના સ્વરે સૌ કોઈ દાદાની ભક્તિમાં લીન થયા હતા.
આ વીડિયોમાં તમે જોઈ શકશો કે, કિર્તીદાન ગઢવી પર દાન ભા બાપુ સહિત અનેક લોકોએ રૂપિયાનો વરસાદ કર્યો હતો. આ વિડીયો જોઈને એ સાબિત થઈ જાય છે કે, કિર્તીદાન ગઢવીની લોકપ્રિયતા ખૂબ જ છે. આ વિડીયો જોઈને સૌ કોઈ કિર્તીદાન ગઢવીના વખાણ કરી રહ્યા છે, ખરેખર કિર્તીદાન ગઢવીએ પોતાના સુરીલા સ્વરે સૌ કોઈને દાદાની ભકતોમાં ઓતપ્રોત કર્યા હતા.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.