Gujarat

પાટણમાં યોજાશે કીર્તિદાન ગઢવીનો અનોખો ડાયરો! પૈસા, ડોલર કે સોનુ-ચાંદી નહીં પણ લોકો રોટલા-રોટલીનો લઈને આવશે.કારણ જાણીને વખાણ કરશો.

હાલમાં જ કિર્તીદાન ગઢવી પર સોનાના સિક્કા વરસાવવામાં આવ્યા હતા. ફરી એકવાત કિર્તીદાન ગઢવી એક અનોખા ડાયરામાં ભાગ લેશે. વાત જાણે એમ છે કે પાટણમાં ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર શ્વાન માટે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે પાટણના રોટલીયા હનુમાન મંદિરમાં આ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.

 

આ ડાયરામાં કિર્તીદાન ગઢવી હાજર રહેશે. સૌથી ખાસ વાત એ છે કે ડાયરો જોવા આવનારા તમામ વ્યક્તિએ 5 રોટલી લાવવાની રહેશે, રોટલી લાવનારા વ્યક્તિને જ ડાયરામાં પ્રવેશ અપાશે. ડાયરામાં જે રોટલા-રોટલી એકત્રિત થશે તે અબોલ શ્વાનોને ખવડાવવામાં આવશે.

કિર્તીદાન ગઢવી જે ડાયરામાં હાજરી આપશે તે ‘દુનિયાનું પ્રથમ એવું રોટલીયા હનુમાનદાદાનું મંદિર છે, જ્યાં પ્રસાદ તરીકે માત્ર રોટલો અને રોટલી ધરાવવવામાં આવે છે. આ રોટલો અને રોટલીનું મુંગા જીવોને પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવે છે. આવતી કાલે એટલે કે 16 એપ્રિલને રવિવારના રોજ ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.


સમગ્ર જગતમાંનાં એકમાત્ર પાટણમાં છે. આ રોટલીયા અબોલ જીવોના પેટનો ખાડો પુરવાનું કામ કરે છે. રોટલીયા મંદિરે હનુમાન દાદાને રોટલી કે રોટલા સિવાયનો અન્ય કોઈપણ જાતનો પ્રસાદ નથી ચઢતો. માત્રામાં રોટલા રોટલીઓ ભેગા કરે છે અને તે રોટલાઓ અબોલ શ્વાનોને ખવડાવવામાં આવે છે. મંદિર પટાંગણમાં હનુમાન ચાલીસા અવિરત વગાડવામાં આવે છે


રોટલીયા હનુમાનની વિશાળ કાય પથ્થરમાંથી બનાવવામાં આવેલ પ્રભાવશાળી પ્રતિમા માર્ગ પરથી દર્શનાર્થીઓ જોઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રદ્ધાળુ રોટલા કે રોટલીનો પ્રસાદ પહેલા ભગવાનને ચઢાવે છે ત્યારે એ રોટલી કે રોટલો નીચે ગર્ભ ગૃહમાં જતા રહે છે.  દાદાનું મંદિર એ આજે પાટણમાં અનેરી આસ્થાનું કેન્દ્ર બનવા પામ્યુ છે. લોકોની ત માનતા પૂર્ણ થાય તો તેઓએ માનતામાં માનેલા 5, 11, 21, 51 કે 101 રોટલા કે રોટલી હનુમાન દાદાને ચઢાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!