Gujarat

કોમી એકતા ની મીસાલ: મુસ્લિમ યુવાનોએ હિન્દુ મહિલાના અગ્નિ સંસ્કાર કર્યા

ખરેખર આજના સમયમાં માનવતા ક્યાંક જ જીવંત છે. જે લોકો માણસાઈ નિભાવી રહ્યા છે, તે ખૂબ જ ઉત્તમ ગુણવાન કહેવાય. આજે અમે આપને એક એવો કિસ્સો જણાવીશું કે, કંઈ રીતે મુસ્લીમ યુવાનોએ હિન્દૂ મહિલના અગ્નિ સંસ્કાર કર્યા. કહેવાય છે ને કે દરેક જીવ ઈશ્વરની દેન છે અને આમ પણ જગતમાં માનવતા એજ પ્રભુ ની દેન છે.

જગતમાં માનવ સેવા એજ પ્રભુ સેવા કહેવામાં આવી છે, ત્યારે આજે ખરેખર તમને જાણીને નવાઈ લાગશે કે કંઈ રીતે
સેવાભાવી મુસ્લિમ યુવકો કોવિડ-19 મહામારીમાં પણ હિન્દુ વિધિ મુજબ ગોધાબારી ગામના મીનાબેન પટેલના અંતિમ સંસ્કાર કરીને કોમી એકતાની જ્યોત સતત પ્રજવલિત કરી સમગ્ર વાંસદા તાલુકામાં કોમી એકતાનું પ્રેરક ઉદાહરણ પુરું પાડ્યું છે.

આજના સમયમાં આવા કિસ્સાઓ ભાગ્યે જ બનતા હોય છે. આમ પણ કહેવાય છે ને કે જગતમાં ક્યાંય પણ માનવતા મરી પડવા નથી દીધી દરેક વ્યક્તિમાં સેવભાવ જીવંત છે. વાત જાણે એમ હતી કે, વાંસદાના ચંપાવાડીમાં રહેતા મીનાબેન જયેશભાઈ પટેલ (ઉ.વ. 45)ના મૃતદેહને મુસ્લિમ યુવાનોએ હોલીપાડા ગામે અગ્નિદાહ આપી માનવસેવાનું કામ કર્યું હતું.

આ મૃતક મીનાબેનના એક પુત્ર અને એક પુત્રી છે. પતિ જયેશભાઈ પટેલનો પરિવાર કામ અર્થે કેટલા વર્ષોથી કપરાડા તાલુકામા રહીને વાયરિંગ કામ ઘર ઘર પરિવારનું ગુજરાન ચલાવે છે. તે ગોધાબારી ગામના વતની છે. ગોધાબારી ગામના મીનાબેન પટેલને કોવિડ-19 પોઝિટિવ આવ્યા બાદ તેને વાંસદાના રાણી ફળિયામાં આવેલી હોસ્પિટલમાં સારવાર અર્થે 25મી ઓગસ્ટે દાખલ કરાઈ હતી અને તેમનું સારવાર દરમિયાન મુત્યુ થતા કુટુંબનાં લોકોએ દેહ ને સ્વીકારવા ન તૈયાર ન થયા.

જેમાં ગોધાબારી ગામના સરપંચે ચંપાવાડીમાં રહેતા જુનેદ પઠાણ અને એમાં સાથી મિત્રો આરીફ બાબુલ ખેર, મસ્તાન આરબને જાણ કરતા આ ત્રણેય મુસ્લિમ યુવકો દ્વારા કોરોનાગ્રસ્ત હિંદુ મહિલાના હોલીપાડા ગામે આવેલી સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.આ પહેલા આ યુવકોએ 15થી વધુ પોઝિટિવ અને નેગેટિવ જેવા અનેક મૃતદેહોના અંતિમ સંસ્કાર કર્યા હતા.ખરેખર તેમની આ સરહાનીય કામગીરીના સૌ કોઈ વખાણ કરી રહ્યા છે.આ કિસ્સો આપણે જાત ભેદ ભાવ અને માનવીય લાગણીઓ ની શીખ આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!