Gujarat

જૂનાગઢના કોટેચા પરિવારના પુરુષો છેલ્લા 40 વર્ષ થી ઘરની તમામ મહિલાઓની પૂજા કરે છે. કારણ એટલુ જ રોચક છે..જાણો વિગતે

હાલ ના સમય મા દીવાળી અને નવા વર્ષ નો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે લોકો મા ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે કોરોના બે વર્ષ ઘણા કપરા હતા ત્યારે હાલ એક એવા પરિવાર વિશે વાત કરીશુ કે જે દીવાળી ના તહેવાર મા છેલ્લા 40 વર્ષ થી લક્ષ્મીપૂજનના દિવસે ઘરમા રહેલી સ્ત્રીઓની પૂજા કરે છે અને તેના પાછળ એક ખાસ કારણ છે.

જો આ પરીવારની વાત કરવા મા આવે તો આ પરીવાર મુળ જુનાગઢ નો છે અને પરીવાર નુ નામ કોટેચા પરીવાર છે. સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે દિવાળી ના તહેવાર મા ચોપડા , રુપીઆ, અથવા વાહન ની પુજા કરવા મા આવતી હોય છે પરંતુ જુનાગઢ નો કોટેચા પરીવાર ના પુરુષો છેલ્લા 40 વર્ષ થી પોતાના ઘરમા રહેલી દીકરીઓ અને વહુઓ ની પુજા કરે છે.

આ અંગે ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે લક્ષ્મીપૂજનમાં લોકો ઘરમાં રહેલા પૈસા, ચોપડા, હિસાબોનું પૂજન કરે છે. અમારો કોટેચા પરિવાર પોતાની દીકરી અને પુત્રવધૂઓની પૂજા કરે છે. છેલ્લાં 40 વર્ષથી કોટેચા પરિવારની સ્ત્રીઓનું સન્માન કરવામાં આવે છે. પુણ્યનો પર્યાય એટલે કે, ગૃહની લક્ષ્મીની પૂજા અર્ચના કરી તેમની માફી માગવામાં આવે છે. ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ વધુમાં જણાવ્યું હતું કે, તમારા ઘરમાં જે પણ મહિલાઓ છે તેમનું પૂજન કરવું જોઇએ. જે ઘરમાં સ્ત્રી રાજી હોય છે ત્યાં કોઇ દિવસ લક્ષ્મી ખૂટતી નથી. ઘરમાં શાંતિ રહે છે. તેમની પાસે માફી પણ માંગી લેવી. જેનાથી સંયુક્ત ભાવના પણ વધે છે અને સુખ-શાંતિ રહે છે

ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાનાં પત્નીએ જણાવ્યું હતું કે, અમારા ઘરમાં વર્ષોથી બધી પુત્રવધૂઓનું પૂજન કરવામાં આવે છે. જે ઘરમાં મહિલાઓનું પૂજન થતું હોય તેને બીજે ક્યાંય લક્ષ્મી શોધવા જવું નથી પડતું. દીકરી અને વહુ જે ઘરમાં હસતી હશે તે ઘરમાં વાસ્તુશાસ્ત્રના કોઇ નિયમ લાગુ પડતા નથી.

લક્ષ્મી પુજના દીવેસે આ લોહાણા પરીવાર મા ઉત્સવ ઉજવાઈ છે જેમા ઘરના પુરુષો પુજા અર્ચના કરે છે અને બાદ મા ઘરની દીકરીઓ અને સ્ત્રી ઓ પાસે થી આશિર્વાદ લે છે. આ પરીવાર નુ એવુ માનવું છે કે આવુ કરવાથી પરીવાર મા એકતા જળવાઈ રહે છે અને સ્ત્રીઓ માટે નુ માન પણ જળવાઇ છે ઉપરાંત ઘર મા ધન ની કમી થતી નથી ત્યારે ખરખેર જુનાગઢ ના આ પરીવાર અલગ જ દાખલો બેસાડયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!