Gujarat

અમદાવાદ: બુટલેગરે એવ જગ્યા એ દારુ છુપાવ્યો કે ભલભલા ખોથું ખાઈ જાઈ પરંતુ સ્ટેટ મોનિટરીંગ સેલ થી ના બચી શક્યો… જાણો વિગતે

ગુજરાત મ જ્યાર થી બોટાદ જીલ્લા મા કેમિકલ કાંડ થયો છે ત્યારથી સ્ટેટ મોનિટરીંગ સેલ દારુ બાબતે ઘણી સતર્ક થઇ ગઇ છે અને છેલ્લા થોડા જ મહીના મા કડક કાર્યવાહી કરી ને અનેક બુટલેગરો ને જેલભેગા કરી દીધા છે તો ઘણા બુટલેગરો અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે આમ છતા અમુક બુટલેગરો અટક્યા નથી અને કોઈ ને કોઈ રીતે દારુ નુ વેચાણ કરી રહ્યા છે ત્યારે હાલ સ્ટેટ મોનિટરીંગ સેલ અમદાવાદ મા રેડ કરી ને લાખો રુપીઆ નો દારુ પકડી લીધો છે.

આ અંગે વાત કરવા મા આવે તો દિવ્ય ભાસ્કર ના એક અહેવાલ મુજબ અમદાવાદ શહેર ના રાણીપ રાધાસ્વામી રોડ પર આવેલા ગુર્જન રત્ન એપાર્ટમેન્ટમાં એક ઘર મા સ્ટેટ મોનિટરીંગ સેલ ધ્વારા ચોક્કસ બાતમી ને આધારે રેડ કરી હતી જેમા બુટલેગર રાજેશ ખત્રી અને હની ખત્રી ના ઘરે થી દીવાળી માટે સ્ટોક કરેલ દારુ નો જથ્થો ઝડપાયા હતો.

આ રેડ અંગે જાણવા મળેલ કે જ્યારે સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા આ ઘર પર રેડ કરવા મા આવી ત્યારે પહેલી નજરે ત્યાં એપાર્ટમેન્ટમાં કશું અયોગ્ય દેખાયું નહોતું જ્યારે પરંતુ થોડી ઉડાંણ પુર્વક તપાસ કરતા બેડરુમ મા એક પોચી લાદી હતી અને તેને ખસેડતા જ અંદર એક ઊંડુ ભોયરુ હતુ તેની અંદર જોતા જ અધિકાર ઓ પણ ચોંકી ગયા.

ભોયરાની અંદર 435 જેટલી લારુ ની બોટેલ નકળી હતી જ્યારે રેડ મા કુલ ત્રણ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. જ્યારે બે આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!