લાલભાઈ અને ખજુરભાઈ ના વિડીઓ સાથે કેમ નથી આવતા? લાલભાઈ એ આપ્યુ આ કારણ.
કોમેડી કિંગ બનવું એટલું સરળ નથી પરંતુ કહેવાય છે ને કે, લોકોને હસાવવાથી બીજું મોટું કોઈ સુખ નથી. આપણે જો કોઇના સ્મિતનું કારણ બનીએ તો તેનાથી મોટું કોઈ પુણ્ય નથી. આજે આપણે એક એવા વ્યક્તિ ની વાત કરવાની છે જેને આપણે સૌ કોઈ લાલ ભાઈના નામથી ઓળખે છે. લાલ ભાઈ એટલે કે ઘુવીલ જેને આપણે સૌ કોઈ ઘુવંશ નાં નામથી ઓળખીએ છે.
એક સમયે તેઓ ખજૂરભાઈ ભેગા મળીને તેમની સાથે જ વીડિયો બનાવતા હતા અને આજે તેઓ તેમની સાથે નથી ત્યારે તેમના ચાહકો ને મનમાં જરૂર પ્રશ્ન થાય કે આવું શા માટે ? કોઈ કારણ તો હશે ને કે બંને સાથે કામ નથી કરતા ત્યારે હવે આ દરેક મુંજવણનાં સવાલ નો જવાબ લાલ ભાઈએ એક ઇન્ટરવ્યૂ દરમીયાન આપ્યો છે. જેનાથી સૌથી મોટું અને મહત્વનું કારણ સામે આવ્યું છે, જેના વિશે તમે જાણીને આશ્ર્ચર્ય લાગશે.
લાલભાઈ પોતાના ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમને એક્ટિંગ જરા પણ શોખ ન હતો અને એમાં પણ તે પટેલ નો દીકરો એટલે એક્ટિંગ સાથે કોઈ લેવા દેવા જ નહીં ત્યારે ખરેખર તેમને વીડિયો એડિટિંગ નાં કામ કરતા એકવાર બહુ સમય પેલા ઉતારેલ વીડિયો મુક્યો જેમાં તેમણે ખૂબ જ લોકપ્રિયતા મળી. ખાસ વાત એ કે જે વીડિયો તેમને પોસ્ટ કરેલો એમા ગામડાનું પાત્ર ભજવેલું હતું જે લોકોને ગમ્યું અને લોકો તેમને લાલભાઈના નામથી ઓળખવા લાગ્યા.
બસ ત્યારબાદ તેમણે ખજૂરભાઈ સાથે અનેક વીડિયો કર્યા અને દેશ વિદેશ માં તેમને શુટિંગ અર્થે બહાર જવું પડતું અને તેમની સાથે કાર્ય કરીને ખૂબ જ લોકપ્રિયતા મેળવી. તેમણે ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે, અમારી વચ્ચે કોઈ ઝઘડો નથી. ના તો તેમણે મને બહાર કાઢ્યો છે નાં તો હું તેમને છોડીને આવ્યું છું. હું એટલે તેમની સાથે કામ નથી કરતો કારણ કે મારા ઘરમાં હું એકનો એકજ દીકરો છું.
લાડકવાયો પણ ખરો અને મારા મમ્મીની હ્દય ખૂબ જ નિર્મળ છે તેમને સદાય મારા માટે ચિંતા રહેતી કારણ કે શુટિંગ ન કારણે મારે બહાર રહેવું પડતું અને મારી મા કહેતી મને ઊંઘ નથી આવતી સતત તારી ચિંતા માં બસ પછી મારી મા માટે જ મેં નક્કી કર્યું કે હું સૂરત જ રહીશ અને અહીં જ લાલ ભાઈ તરીકે કામ કરીશ.