Gujarat

વિચિત્ર દુર્લભ બીમારી થી પીડાઈ રહ્યા છે આ અમરેલી ના બે બાળકો ! પરીવારે મદદ માટે લગાવી ગુહાર

આપણે સૌ જાણીએ છે કે, હાલમાં પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે, અનેક બીમારીઓ થી બાળકો પીડાઈ રહ્યા છે, ત્યારે અમે આજે એવા બાળકો વિશે જણાવીશું જેનાં વિશે તમે જાણીને ચોકી જશો.હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી નામની બીમારીના ત્રણ કેસ તાજેતરમાં ગુજરાતમાં સામે આવ્યા છે.

ભરૂચના પાર્થ પવારનામના બાળકને આ બીમારી હોવાના સમાચાર સામે આવ્યા છે. અમરેલીના બાબરા તાલુકા ના બે બાળકો લીંબ ગર્ડલ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની દુર્લભ બીમારીથી પીડિતા હોવાનું સામે આવ્યું છે. આ બીમારીમાં કમરથી નીચેનો ભાગ ધીમે ધીમે કામ કરવાનું બંધ કરી દે છે. બંને બાળકોના માતપિતાએ સારવાર માટે મદદ કરવા સરકારને મદદની વાત કરી છે.

લીબ ગર્ડલ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી બીમારી છ વર્ષની ઉંમર બાદ બાળકમાં દેખાવા લાગે છે. જેમાં ધીમે ધીમે શરીરના અંગો કામ કરવાના બંધ કરે છે. આ બાળકોની શારીરિક સ્થિતિ દિવસેને દિવસે કથળી રહી છે. અમરેલીના બાબરામાં સાડા છ વર્ષની ઉંમરનો ઋષભ ટાંક  અને આઠ વર્ષની ઉંમરના હેપ્પિન ડાબસરા આ બીમારીનો શિકાર બન્યા છે. આ બંને બાળકો અલગ અલગ પરિવારના છે.

ટાંક પરિવારના એકના એક વ્હાલસોયા દીકરાને આ વિચિત્ર બીમારી લાગુ પડતા સમગ્ર પરિવાર ભાંગી પડ્યો છે.ઋષભની સારવાર માટે રાજકોટના ડૉકટર તરૂણ ગોંડલીયાએ પરિવારને મુંબઈની હિન્દુજા હોસ્પિટલ અને બેંગલુરુની એક હોસ્પિટલમાં સારવાર મોકલ્યો હતો. જોકે, આ બંને હૉસ્પિટલના તબીબોએ આ રોગની કોઈ સારવાર ન હોવાનું જણાવ્યું હતું.

બીજો બાળક હેપ્પિન ડાબસરા બગસરા તાલુકાના પીઠડીયા ગામનો રહેવાસી છે. આ બીમારી લાગુ પડતા હાલ તે પોતાના મામાના ઘેર તેમના નાનાની દેખરેખ હેઠળ બાબરા રહે છે. છેલ્લા એક વર્ષમાં તેની કમરથી નીચેનો ભાગ ધીમે ધીમે કામ કરતા બંધ થઇ રહ્યો છે. આ બાળકની સારવાર માટે હાલ પરિવાર પાસે પૈસા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!