ગાયોનો માલધારી પ્રત્યે પેન જુઓ!! ફક્ત એક સીટી માત્રથી તમામ ગાયો પરત ફરે છે.. વિડીયો જોઈ તમે “વાહ વાહ”કરશો
સોશિયલ મીડિયા પર માલધારી અને ગૌમાતા વચ્ચેના અતૂટ પ્રેમ અને બંધનનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વિડીયોમાં તમે જોઈ શકશો કે, ગૌમાતાને પોતાના પાલક પ્રત્યે કેટલો વિશ્વાસ અને સમજ છે, તેના એક ઈશારે દોડી આવી. આજના સમયમાં એક બાપ પોતાના દીકરાને બોલાવી બોલાવીને થાકી જાય તો પણ દીકરો પાસે ન આવે પરંતુ અબોલા જીવ માણસ પત્યે ખુબ જ લગાવ ધરાવે છે. આ વિડીયોમાં જે ઘટના બની છે, એ દરેક માણસને અબોલા જીવની ભાવના વ્યક્ત કરે છે.
વાયરલ વિડીયોમાં જોઈ શકશો કે, એક વ્યક્તિ માલધારીને સવાલ કરે છે કે, એક સીટીથી આ ગાયો દોડી આવે? આ વાત સાંભળીને માલધારીએ વટથી કહ્યું કે, કોરા પાણીએ મૂછો વઢાવી નાખું, અમારી સાત પેઢી લજાઈ. માલધારીએ વટ અને વિશ્વાસ સાથે આ બોલ તો બોલ્યા પણ બોલેલા બોલને સાચા પણ પાડી બતાવી દીધા. ખરેખર આ માલધારીના ગાય પ્રત્યેના પ્રેમને સલામ છે.
આ વારયલ વિડીયોમાં તમે જોઈ શકશો કે, માલધારી માત્ર એક જ વાર સીટી મારે છે, ત્યાર દૂર ઉભેલું ગાયુંનું ધણ એક જ પળમાં દોડીને માલધારી સામે આવે છે. ખરેખર માલધારી અને ગાય વચ્ચે સમજ, લાગણી અને વિશ્વાસનું અતૂટ બંધન છે, જે આ વિડીયો દ્વારા સાબિત થઇ જાય છે. આજના સમયમાં જીવ પત્યેનો આ પ્રેમ ભાગ્યે જ જોવા મળે છે. ખરેખર આ વિડીયો જોઈને તમે પણ વિચારમાં પડી જશો કે આ શક્ય કઈ રીતે બન્યું? ખરેખર આ દ્રશ્યને સમજવા મગજ નહીં પણ લાગણી જોઈએ.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.