Gujarat

10 મહિના પહેલા પુત્રનું મુત્યુ થતા પુત્રવધુનું કર્યું સાસુ-સસરાએ કન્યાદાન! દીકરીને મળશે ત્રણ-ત્રણ માતા-પિતાનો પ્રેમ..

આપણે સૌ કોઈને ગર્વ અનુભવો જોઈએ કે આપણો સમાજ ખૂબ જ આગળ વધી રહ્યો છે, જેથી હવે જૂની રૂઢી ચૂસ્તાઓનું સ્થાન હવે દૂર થવા લાગ્યું છે.આપણે સૌ કોઈ જાણીએ છે કે, એ દીકરી જ્યારે પાનેતર પેરીને માંડવે બેસે છે બસ ત્યાર થી જ પિયર સાથે નો તેનો સંબંધ પૂર્ણતા આરે હોય છે અને સાસરિયા જોડે સંબંધ રચાઈ છે. હાલમાં આજે આપણે એક એવા પ્રેરણા દાયી કિસ્સાની વાત કરવાની છે.

વાત જાણે એમ છે કે, ગો તાલુકાના મેતા ખંભાળીયા ગામના યુવાનનું10 મહિના પહેલા પુત્રનુ અચાનક મોત થયા બાદ તેની પત્નીનું તેમના જ સાસરિયા વાળા એ કન્યાદાન કરીને ઉત્તમ ઉદારહણ પાડ્યું છે.આ અનોખા લગ્ન આજે લીલીયામા ઉમીયા મંદિર ખાતે યોજવામા આવ્યા હતા. મેતા ખંભાળીયાના વતની ચુનીભાઇ કેશુભાઇ ગોધાણીના પુત્ર ભાવિનના લગ્ન અગાઉ શીતલ સાથે થયા હતા.

10 મહિના  પહેલા ભાવિનનું આકસ્મિક અવસાન થયું હતું જેના કારણે આ પરિવાર પર જાણે આભ તુટી પડ્યું હતું. સમયના વહેણ વિત્યા બાદ હવે ગોધાણી પરિવારે શીતલને તેની નવી જીંદગી શરૂ કરવાનો મોકો આપ્યો હતો. મુળ લીલીયા તાલુકાના સલડી ગામના વતની અને હાલમા અમદાવાદમા રહેતા નાનજીભાઇ માધાભાઇ આંબલીયાના પુત્ર નરેશ સાથે લગ્ન ગોઠવવાનું નક્કી થયું હતું અને મંગળવારે લીલીયા ખાતેના ઉમીયા માતાજી મંદિર ખાતે વાજતે ગાજતે શિતલ અને નરેશના લગ્ન યોજવામાં આવ્યાં હતા. ખરેખર આ સમાજ માટે ઉમદા ઉદાહરણ છે, પુત્રવધુને પોતાની દીકરી ગણીને જ ફરીથી સાસરે વળાવીને એક નવા જીવનની શરુઆત કરી છે,ત્યારે આ એક ખરેખર ઉમદા પગલું છે.

શિતલના લગ્ન વખતે કન્યાદાન તેના સસરા ચુનીભાઇ અને સાસુ સરોજબેને કર્યું હતું. શિતલના માતા પિતા અને હવે જયાં લગ્ન નક્કી તે સલડી ગામના આંબલીયા પરિવાર એમ ત્રણ પરિવારની હાજરીમાં આ અનોખા લગ્નનો સમારોહ યોજાયો હતો. ખરેખર ભાગ્યવાન છે આ દીકરી જેને આ જન્મમાં બે માતા પિતા નો પ્રેમ નહિ પરંતુ ત્રણ માતા પિતા મળ્યા અને આ યુવાન ને આભાર ને પાત્ર છે જેને આ યુવતીનું જીવન ધન્ય બનાવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!