સોમવતી અમાસને દિવસે મહાદેવ નો ચમત્કાર જોવા મળ્યો??? મંદિર પર વિજળી પડતા ત્રીશુલ
આજે શ્રાવણ મહિના નો છેલ્લો દિવસ છે અના સાથે સોમવતી અમાસ પણ ત્યારે મહાદેવ ના લાખો ભક્તો મહાદેવ ના મંદિરો મા ઉમટી પડ્યા હતા. ત્યારે હરીયાણા ના કરનાર જીલ્લા ના મદનપુર ગામ મા કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો અને સાથે ગામમા ચાર વખત વિજળી પણ પડી હતી જેથી ગામ લોકો મા ભય નો માહોલ જોવા મળ્યો હતો આટલુ જ નહી ગામ ના મંદીર પર પણ એક વિજળી પડી હતી.
મદનપુર ગામ મા ભય ના માહોલ વચ્ચે ભગવાન મહાદેવ ના મંદીર ના ગુંબજ પર પણ વિજળી પડી હતી અને ગુંબજ ના ભાગ ને નુકશાન પણ થયુ હતુ. જયારે વરસાદ અને માહોલ શાંત પડ્યો ત્યારે ગામ ના લોકો ત્યા પહોંચ્યા હતા અને જોયું હતુ કે શુ નુકશાન થયુ? ત્યારે જોવા મળ્યુ હતુ કે મંદીર ના ઘણા ભાગ ના નુકશાન થયુ હતુ પરંતુ જયારે મંદિર ની અંદર ના ભાગ મા જોયુ તો એક ત્રિશુલ નુ નિશાન પડી ગયું આ જોઈ ગામ ના લોકો મા કુતૂહલ સર્જાયું હતુ અને લોકો એ ભોળાનાથ નો ચમત્કાર ગણાવ્યો હતો. અને સોસિયલ મિડીઆ ફોટા ઓ શેર કર્યા હતા.
ગામ લોકો નુ માનવુ એ કે ભોળાનાથે વિજળી ગામ લોકો પર ના પડે એ માટે પોતાના મા સમાવી લીધી છે આ ઉપરાંત પડી ગયેલા મંદિર ને ફરી રીપેર કરવા માટે તંત્ર ને રજુવાત કરવામા આવી હતી. જો આ મંદિર ની વાત કરવામા આવે તો તેનુ શિખર 90 ફુટ ઉપર છે અને 10 % ભાગ ને નુકશાન થયુ છે.
મંદીર ના શિખર પર વિજળી પડતા બાર ના ભાગ મા નુકશાન થયુ છે જ્યારે અંદર કશુ જ થયુ નથી. જ્યારે ગામ ના લોકોએ ભયાનક રાત નો સામનો કરવો પડ્યો હતો પરંતુ કોઈ નો જીવ નોતો ગયો પરંતુ ઘણા લોકો ના ઈલેક્ટ્રોનીક ઉપકરણો બગડી ગયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે એક મહીના પહેલા મંદીર પર વિજળી પડવાની ઘટના ગુજરાત ના દ્વારકા મિ પણ બની હતી તેમાં પણ મંદીર ને કશું નુકશાન નહોતું થયુ.
