Gujarat

500 વર્ષ પહેલા આ ગામમાં સ્વંયમ મહાદેવ પ્રગટ થયા જેથી સૌરાષ્ટ્ર જ્યોતિલિંગ વિહોણું ન રહે.

આપણે ખરેખર સૌ કોઈ ધન્ય છે કે, સૌરાષ્ટ્ર શ્રી કૃષ્ણ અને મહાદેવના ચરણોથી પવિત્ર થઈ અને અહીંયા મા અંબા અને અનેક દેવીઓના બેસણા છે પરતું સૌરાષ્ટ્ર પર મહાદેવની અસીમ કૃપા છે. કહેવાય છે કે સૌરાષ્ટ્રમાં એક એવું ગામ આવેલું છે જ્યાં સ્વંયમ મહાદેવ પ્રગટ્યા અને સૌરાષ્ટ્ર જ્યોતિલિંગ ન રહી જાય એટલે આ ગામ બિરાજમાન થયા.

સૌરાષ્ટ્રનું સૌથી પવિત્ર અને આસ્થાનું કેન્દ્ર એટલેડુંગરાઓની ટોચ ઉપર બિરાજમાન જડેશ્વર મહાદેવ!
આ મંદિર આવેલ શિવલિંગ ઉત્તરાંચલમાં આવેલ કેદારનાથ મહાદેવ ના આકારની છે અને મંદિરની કલાકૃતિ અને આકાર પાંડવોના રથની ઝાંખી કરાવે છે. જડેશ્વર મહાદેવ ડુંગર પર બિરાજમાન છે. જ્યારે ચોમાસુ બેસે છે ત્યારે ડુંગર લીલું છમ થઈ જાય છે. આ કુદરતી રમણીય વાતાવરણ વચ્ચે આવેલું આ સ્થાન વાંકાનેરના તળાવ કાંઠે આવેલું છે. આ તળાવ પણ વાંકાનેર રાજવીએ બનાવેલું છે.

બાર જ્યોતિર્લિંગની પહેલી સર્વશ્રેષ્ઠ જ્યોતિર્લિંગ સૌરાષ્ટ્રના સાગર કિનારે પ્રભાસ ક્ષેત્રમાં શ્રી સોમનાથ મહાદેવ તરીકે બિરાજમાન છે અનેક વખતે આ મંદિર ખંડિત થયું છે. કહેવાય છે કે, સોમનાથના જ્યોતિર્લિંગમાંથી મહાદેવની મૂળ જયોત કૈલાશ ધામમાં ચાલી ગયેલ અને સૌરાષ્ટ્ર જ્યોતિર્લિંગ વિહોણું બન્યું અને તેના 500 વર્ષ પછી આ જડેશ્વર નું સ્વયંભૂ લિંગ પ્રગટ થયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!