Gujarat

સુપ્રસિદ્ધ ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરમાં 1404 ઇંચની બાવન ગજની ધજા ચઢાવાઇ, હર હર મહાદેવ ના નાથ થી મંદિર ગુંજી ઉઠ્યુ

આ જગતમાં શિવજીના અનેક મંદિરો આવેલા છે, જે પોતાનું અલગ જ અસ્તિસત્વ ધરાવે છે અને દરેક મંદિરો સાથે પ્રગટ કથા અલગ જોડાયેલી છે. આજે અમે જે મંદિર વિશે જણાવીએ રહ્યા છીએ તે મંદિર ખૂબ જ અદભુત અને ચમત્કારી છે અને અહીંયા મંદિરમાં 1404 ઇંચની બાવન ગજની ધજા ચઢાવાઇ, હર હર મહાદેવ ના નાથ થી મંદિર ગુંજી ઉઠ્યુ હતું.

ચાલો અમે આપને જણાવીએ કે આખરે ઘટના શું ઘટી છે.ગુજરાતનાં સુરેન્દ્રનગર જિલ્લામાં વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો લોક મેળો પ્રતિ વર્ષ ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાય છે, ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરે ધાર્મિક કાર્યક્રમો યોજાય છે.હાલમાં જ અહીંયા એક પરિવાર દ્વારા 1404 ઇચની ધજા ચઢવવામાં આવી

ખરેખર લોકો ભગવાનની ભક્તિ અને આસ્થા માટે ગને તે કરવા તૈયાર હોય છે જેમાં થકી ભગવાન પ્રસન્નતા પામે. સુરેન્દ્રનગરના દરજી પરિવાર દ્વારા છેલ્લા 32 વર્ષથી નિઃશુલ્ક બનાવી અને પરંપરા મુજબ પાળીયાદ મંદિરના મહંતને અર્પણ કરવામાં આવે છે. પરંપરા મુજબ પાળીયાદ મંદિરના મહંતને અર્પણ કરવામાં આવે છે. પ્રતિ વર્ષની માફક ચાલુ વર્ષે પણ આ ધજાની કુલ લંબાઈ 1404 ઇંચ જેને બનાવતા અંદાજે 22 દિવસનો સમય લાગ્યો છે.

વધુમાં 52 ગજની આ ધજામાં 139 શિવજીના ચિત્ર તેમજ 1 ઓમ બનાવવામાં આવેલો છે અને દર વર્ષે ધજામા અલગ અલગ પ્રકારની ડીઝાઈન બનાવવામાં આવે છે.આમ જોઈએ તો ખરેખર એક દિવ્ય અનુભુતિ નો અવસર છે. દરેક મંદિરોનાં ધજાનું અનેરું મહત્વ રહ્યું છે.ખરેખર ધન્ય છે આ દરજી પરિવારની આસ્થાને જેઓ અતૂટ શ્રદ્ધા ધરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!