Gujarat

મહેશ સવાણીને એક દિકરી એ લખ્યો પત્ર અને કીધું કે પપ્પા…

ગુજરાત મા આમ આદમી પાર્ટી નુ કદ વધતુ જાય છે. સુરત ના ઉદ્યોગપતિ મહેશ સવાણી જ્યારે થી આમ આદમી પાર્ટી મા જોડાયા છે ત્યારે થી પાર્ટી વધુ ઉભરી આવી છે અને મહેશ સવાણી એ અનેક દિકરી ઓ ના લગ્ન કરાવ્યા છે એટલે તે “પપ્પા” તરીકે પણ જાણીતા બનેલા છે અને સેવાકીય કાર્યો કરતા રહે છે. અને સોસિયલ મીડીયા પર પણ ઘણા એક્ટીવ હોય છે ત્યારે તેવો એ ફેસબુક પર એક પોસ્ટ કરી હતી જેમાં ફોટા સ્વરુપે એક દીકરી મળેલો પત્ર મુક્યો હતો.

અ પત્ર મા દિકરી એ લખ્યુ હતુ કે. પપ્પા તમે તથા પરીવાર ના બધા સભ્યો મજામાં હશો. અને હુ પણ મજામાં છુ અને મારા મમ્મી પણ મજામાં છે. વિશેષ મા જાણાવાનુ કે પાપા તમે જે મારી કોલેજ ની ફી 2500 ભરી દીધી છે તે ખુબ જ સારુ કર્યુ છે. જેથી મારા અભ્યાસ મા કોઈ જ મુશ્કેલી આવી નથી અને મારો અભ્યાસ ચાલુ છે તો પપ્પા મારા જેવી નીરાધાર દિકરી માટે પણ સદા આ કામ કરતા રહો તેવી ભગવાન પાસે પ્રાથના કરુ છુ.

વિશેષ મા મે મીડીયા દ્વારા જાણયુ કે તમે આમ આદમી પાર્ટી મા જોડાયા છો તો આપ રાજકારણ તેમજ ધંધા મા ઉતરોતર પ્રગતિ કરતા રહો. તેવી તમારી દિકરી શુભેચ્છા પાઠવે છે. અને ખૂબ જ આગળ વધો અને સારા કાર્યો સદા કરતા રહો તેવી સહહદય ભગવાન પાસે પ્રાથના કરુ છુ. અને પાપા આપનું સ્વાસ્થય સારુ રહે અને ભગવાન આપને લાંબુ આયુષ્ય આપે તેવી પ્રાથના સહ , જય રામાપીર – આપની દિકરી મિતલ જાદવ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!