મહેશભાઈ સવાણી આવ્યા વિવાનની મદદ માટે, મહેશ સવાણીની આ વાત જાણીને આંસુઓ નહીં રોકી શકાય.

કહેવાય છે ને કે, દુનિયામાં ઘણા લોકો હોય છે જે માનવતાનું ઉત્તમ ઉદાહરણ હોય છે.એવું જ એક નામ એટલે મહેશ સવાણી જે હાલમાં આપ પાર્ટીમાં જોડાયા છે અને તેમને જ કહ્યું કે સેવા કરવા માટે જ રાજકારણમાં જોડાયેલ છે. મહેશભાઈ વિષે બોલવાની જરૂર નથી કારણ કે સૌ કોઈ જાણીએ છે તેમના સદકાર્યો અને તેમનું વ્યક્તિત્વ. સુરતમાં લોકપ્રિય છે પ્ર્ત્ય ગુજરાતની તમામ દીકરીઓના પાલક પિતા છે. દર વર્ષે 1000 થી વધારે દીકરીઓના લગ્ન કરાવે છે.

આજ મહેશભાઈકોડીનાર તાલુકાના આલીદર ગામે રહેતા વિવાનની મદદે આવ્યા છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે,વિવાનની ઉંમર ૨ થી ૩ મહિનાની છે.જે આટલી નાની ઉંમરથી SMA ૧ નામની બીમારીથી પીડાઈ રહ્યો છે.જે આ બાળકના જેવી જ બીમારી ધૈર્યરાજ નામના બાળકને થઈ હતી જે દરેક લોકો જાણતા જ હશેકારણ કે તે બાળકને તૈયાર કરવા માટે ૧૬ કરોડ રૂપિયાની જરૂર પડે છે.

ગુજરાતના ધૈયરાજ માટે ખુબજ દાન આપ્યું હતું જેના કારણે તે બાળકને અત્યારે ૧૬ કરોડનુંઇજેક્શન અપાઈ ચૂક્યું છે હવે તેના જેવી જ બીમારી આ વિવાનને થઈ છે તેને પણ ૧૬ કરોડ રૂપિયાની જરૂર છે.અનેક લોકો આ બાળકની સથવારે આવ્યા છે. રાજેશભાઈ ચુડાસમાને સ્વાથ્સ્યમંત્રીશ્રીને રજુઆત કરી છે કે તેની સારવાર અર્થે એઇમ્સમાં દાખલ કરવામાં આવે. અનેક રાજકારણીઓ આવ્યા છે, ત્યારે મહેશભાઈ ઘરની રૂબરૂ મુલાકાત લીધી અને બાળકને બનતી મદદ કરી અને લોકોને અપીલ કરી.

મહેશ સવાણીએ વધુમાં કહ્યું હતું કે આ બાળકને નવજીવન આપવા માટે દરેક લોકો પોતાનાથી બનતી મદદ કરવાની અપીલ કરી રહ્યા છે.કારણ કે વિવાનનો પરિવાર જોડે સારવાર કરાવા માટે પૈસા નથી.આ બીમારીમાં ૧૬ કરોડ રૂપિયાનું ઇજેશન જોઇતું હોય છે.જે મધ્યમ પરિવાર લાવી શકતો નથી ફૂલ નહીતો ફૂલની પાંખડી પણવિવાનને મદદ જરૂર કરજો તેના માટે મહેશ સવાણી પણ આપીલ કરી રહ્યાં છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *