દ્વારકા જવાનો પ્લાન બનાવી રહ્યા છો ચેતી જજો! ૧ જૂનથી આ જગ્યા પર જવાનો લાગ્યો પ્રતિબંધ, જાણો વિગતે….
હાલમાં વેકેશન શરૂ છે, જેથી અનેક લોકો ફરવા જવાનું પ્લાન કરી રહ્યા હોય છે. જો તમે પણ દ્વારકા ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો આ ખાસ વાત જાણી લેજો. હાલમાં જ ગુજરાત કમોસમી વરસાદ ચાલી રહ્યો છે તેમજ વાવાઝોડાનું સંકટ પણ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયા કાંઠે વાવાઝોડાના સંકટ વર્તાય છે. જો તમે દ્વારકા જાવ અને દરિયા કાંઠે ફરવા જવાનું વિચારી રહ્યા છો તો હાલમાં એક મહિના સુધી દરિયાકાંઠે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ચાલો અમે આપને વિગતવાર માહિતી જણાવીએ કે, આખરે કઈ તારીખથી દરિયા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
દ્વારકાના કલેકટરશ્રી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે, તારીખ 1 જૂનથી 31 જુલાઈ સુધી દરિયાકાંઠે જવા પર અને માછીમારોને દરિયા ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. દરિયો તોફાની બની શકે છે તેમજ વાવાઝોડાનું પણ સંકટ છે, જેથી પ્રવાસીઓ અને માછીમારોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો તમે દ્વારકા જવાનું વિચારી રહ્યા છો તો આ વાત ખાસ યાદ રાખજો.
દ્વારકામાં ખાસ કરીને લોકો દરિયાકાંઠે ફરવા જવાનું વધુ પસંદ કરે છે, જે પ્રવાસીઓને દરિયા કિનારે ફરવાનું વધારે પસંદ હોય એવા વ્યક્તિઓ એ એક મહિનો સુધી દ્વારકાનો પ્રવાસ ટાળવો જોઈએ કારણ કે, આ એક મહિના સુધી દરિયાકાંઠે પ્રતિબંધ રહેશે. ખરેખર આ વાત ખુબ જ ચોંકાવનારી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.