પાલનપુર: મામા ના ઘરે પાણી ની ટાંકી મા પડી જવાથી માસુમ પ્રિયાંન્સુ નુ મોત નીપજ્યું.
ઘણી એવી નાની એવી ભુલો આપણે કરતા હોઈએ છીએ કે જેનો અફસરો આપણ ને જીવનભર રહેતો હોય છે ત્યારે ફરી વાર એક ચેતવણી રુપ કીસ્સો સામે આવ્યો છે જેમા એક માસુમ બાળક નો જીવ પાણી ની ટાંકી મા ડુબી જવાથી ગયો છે.
આ ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર પાલનપુર ના દેલવાડા ગામે અઢી વર્ષ ના બાળક કે જેનુ નામ પ્રિયાંન્સુ રમતા રમતા પાણી ની ટાંકી મા પડી જતા કરુણ મોત નિપજ્યું છે આ ઘટના બની ત્યારે બાળક પોતાના મામા ના ઘરે હતો કારણ કે પોલીસકર્મી માતા અંબાજીમાં બંધોબસ્તમાં હતા.
દેલવાડા ગામ ના નયનાબેન ના લગ્ન પાલનપુર તાલુકાના ખોડલા ગામે જીતેન્દ્રભાઇ સેધાભાઇ ભીલોચા સાથે થયા હતા. જેમના લગ્ન જીવનમાં એકનો એક પુત્ર પ્રિયાંન્સુ જન્મયો હતો. નયના બેન નુ પોસ્ટીંગ ભૂજ જિલ્લાના દયાપર પોલીસ મથકમાં થયુ હતુ.
બાદ મા યાત્રાધામ અંબાજી ભાદરવી પૂનમનો મેળામાં પોલીસ બંદોબસ્તમાં નયનાબેનને મુકવામાં આવ્યા હતા. જોકે, પુત્રને કોણ સાચવશે તેમ વિચારી તેમણે પ્રયાંન્સુને તેમના માતા-પિતાને ઘરે દેલવાડા ગામે મુકી અંબાજી બંદોબસ્તમાં ગયા હતા. દરમિયાન ગુરૂવારે સાંજે પ્રિયાન્સુ તેના મામાને ઘરે રમતાં રમતાં પાણીની ટાંકીમાં પડી ગયો હતો. જેનું કરૂણ મોત નિપજ્યું હતુ. આ ઘટના બનતા સમગ્ર પોલીસ બેડા મા શોક નુ મોજુ ફરીવળ્યુ હતુ.