Gujarat

નૈરોબીમાં ગુજરાતી કર્યા અનોખા લગ્ન!હાથી, જીરાફ, જીબ્રા બન્યા જાનૈયા…વિડીઓ જોશો તો તમને નવાઈ લાગશે

કહેવાય છે ને કે, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત! અને આમ પણ કહેવાય છે કે, ગુજરાતીઓ જ્યાં પણ જાય છે, ત્યા પોતાની ફોરમ ફેલાવે છે અને આમ પણ જગતમાં ગુજરાતીઓનો દબદબો જ એવો છે કે, તેની જોડ ક્યાંય જોવા ન મળે. જગતમાં અનેક એવા કિસ્સાઓ બંને છે, જે જગતમાં સૌથી શ્રેષ્ઠ અમે અનોખો હોય છે. આમ પણ આજે આપણે એક એવા લગ્ન ની વાત કરીશું જેની ચર્ચા દુનિયા ભરમાં થઇ રહી છે.

દરેક વ્યક્તિનાં જીવનમાં લગ્ન એ એવો પ્રસંગ છે જે સૌથી વધારે મહત્વનો હોય છે. આમ પણ દરેક વ્યક્તિઓને આ દિવસ બનાવવાનો ખાસ પ્લાન હોય છે અને હવે તો લગ્નનો પણ સેલ્ફ ડિશટેન્સ સાથે જોવા મળે છે. આમ પણ કહેવાય છે ને કે, સમયની સાથે ઘણું બધુ બદલાઈ ગયું છે.આજના સમયમાં લગ્ન એવા કરે છે કે દુનિયામાં કોઈ ન કર્યા હોય.

એમાં પણ આપણા ગુજરાતીઓ ક્યાંય પાછા ન પડે. હાલમાં જ નૈરોબી ખાતે એક ગુજરાતી લગ્ન થયા હતા જે ચર્ચાનો વિષય બન્યો છે. આ લગ્ન એટલા માટે ખાસ છે તેનું કારણ છે જાનૈયા. આમ પણ જાન તેના વગર અધૂરી જ કહેવાય છે. કેહવાય છે કે આ દુનિયાના એવા લગ્ન છે જેમાં માણસો નહિ પરંતુ હાથી, ઝીબ્રા અને ઝીરાફજેવા અનેક વન્ય જીવો ઉપસ્થિત રહ્યા હતા અને આ કેન્યાના જંગલોમાં ગુજરાતી લગ્ન ગીતોની રઝમટ બોલી રહી છે અને સાથોસાથ વન્ય જીવો જંગલ માં વિચરણ કરી રહ્યા છે અને અગ્નિ સાથે વરવધુ ફેરા ફરી રહ્યા છે. આવું તો માત્ર એક ગુજરાતી જ કરી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!