Gujarat

અમદાવાદ જાવ તો માસીનો આ સ્પેશ્યલ વઘારેલો રોટલો ખાવાનું નહીં ભૂલતા ! સ્વાદ એવો કે તમે આંગળા ચાટતા રહી જશો…જાણો સરનામું

તમને ખબર જ હશે કે મિત્રો હાલ શિયાળો ચાલી રહ્યો છે એવામાં ધીરે ધીરે તાપમાનનો પારો ગગડતો જઈ રહ્યો છે, એટલું જ નહીં હાલ રાજ્યના અનેક મોટા મોટા શહેરોમાં વાદળછાયું વાતાવરણ રહેતા ઠંડી પણ ધીરે ધીરે વધતી જ જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે, આથી હવે લોકો ગરમ કપડા, જર્સી જેવા કપડાની ખરીદી શરૂ કરી દીધી છે જયારે અનેક લોકોએ શરીરને ગરમ રાખે તેવો ખોરાક તથા ગરમ પીણા શરૂ કરી દીધા છે.

એવામાં આજના આ લેખના માધ્યમથી અમે તમને કાઠિયાવાડની ખુબ જ પ્રખ્યાત વાનગી વિશે જણાવાના છીએ જે કાઠીયાવડની અંદર ખુબ જ ફેમસ છે તેમ જ ઘરે ઘરે બનાવામાં આવતી હોય છે, જો તમને ખબર હોય તો કે વધેલા રોટલાના કટકા કરીને તેમાં છાશ નાખીને મસ્ત વઘાર કરીને વઘારેલો રોટલી કરીને આપણા કાઠિયાવાડમાં ખવાય છે જેનો સ્વાદ તો એટલો જોરદાર કે ખાના આંગળા ચાટતા રહી જાય છે.

હવે આ વઘારેલા રોટલાનો સ્વાદ તમને અમાદવાદની અંદર પણ મળી જશે કારણ કે અમદાવાદમાં આવેલ કાઠિયાવાડી ફૂડ સ્ટોલમાં તમને માસીના હાથનો સ્પેશ્યલ વઘારેલ રોટલાનો સ્વાદ માણવા મળી જશે, તમને જણાવી દઈએ કે આ દુકાનનું સરનામું : કાઠિયાવાડી ફૂડ સ્ટોલ, વસ્ત્રાપુર લેક,બ્રિજ પાર્લરની સામે,અમદાવાદ ખાતે તમને આ સ્પેશ્યલ વઘારેલા રોટલાનો સ્વાદ માણવા જઈ શકો છો.

આ માસી એટલો સરસ રીતે રોટલો બનાવે છે કે ત્યાં લોકોની ભારે ભીડ આ રોટલો ખાવા માટે રહે ઉભી હોય છે અને શિયાળાની ઋતુમાં તો વાત જ ના પૂછો, ખાસ વાત તો એ કે રોટલાને ગરમા ગરમ રીતે ત્યાંને ત્યાં જ બનાવામાં આવે છે અને પછી છાશ તેમ જ અનેક મસાલા સાથે તેનો વઘાર કરવામાં આવે છે, મિત્રો જો તમે અમદાવાદ જાવ કે અમદાવાદમાં જ રહેતા હોવ તો એક વખત જરૂરથી આ વઘારેલા રોટલાનો સ્વાદ માણવા માટે જજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!