ગાંધીનગર : હ્દય કંપાપે એવી ઘટના મા આર્મી મેનના અઢી વર્ષના પુત્રનુ કરુણ મોત નીપજ્યું ! રાઠોડ પરીવાર મા માતમ છવાયો
હાલના સમય મા મોટા શહેરો મા હીટ એન્ડ રન ની ઘટના ઓ મા સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે હાલ આવી જ એક ઘટના ગાંધીનગરનાં સેકટર – 4 બની હતી જેમા એક અઢી વર્ષ નો માસુમ બાળક ઘરની બહાર જ્યારે રમી રહ્યો હતો ત્યારે એક કાર ની ટક્કર લાગતા માસૂમ બાળકનુ મોત થતા અરેરાટી મચી ગઈ હતી જ્યારે કાર ચાલક કોણ હતો તે વિગત હજી સુધી સામે આવી નથી.
જો ઘટના અંગે વિગતવાર વાત કરવા મા આવે તો ગઈ કાલે ગાંધીનગરનાં સેકટર – 4 એક દુખદ ઘટના ઘટી હતી સેકટર 4/એ પ્લોટ નંબર 146/2 માં રહેતાં આર્મી જવાન ઈલેશભાઈ રાઠોડ દિવાળીના તહેવારો દરમ્યાન જોધપુર ખાતે ફરજ બજાવી રહ્યા છે. જ્યારે તેમના પરિવાર મા બે પુત્રો અને પત્ની દક્ષાબેન છે જે ગાંધીનગર ના સેક્ટર 4/એ મા રહે છે જેમા તેનો અઢી વર્ષ નાનો પુત્ર અથર્વ ગઈ કાલે સાંજ ના સમયે ઘર ની બહાર રમી રહ્યો હતો.
ત્યારે અચાનક પુર ઝડપે આવેલ સ્પોટર્સ કાર ચાલકે માસુમ અથર્વ ને કાર નીચે કચડી ફરાર થઈ ગયો હતો જ્યારે માતા દક્ષાબેન અને આડોશ પાડશીને આ વાત ને ધ્યાન મા આવતા અથર્વ ને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા હતા પરંતુ હાજર તબીબે અથર્વ ને મૃત જાહેર કરતા રાઠોડ પરિવાર મા માતમ છવાયો હતો. જ્યારે આ બનાવ ની જાણ ઈલેશભાઈ ને થતા તેવો તાત્કાલિક ગાંધીનગર આવા રવાના થયા હતા.
આ ઘટના ની તપાસ હાલ પોલીસ કરી રહી છે જ્યારે આસપાસમાં CCTVની તપાસ કરવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી અકસ્માત સર્જનારી કારની વિગતો મળી નથી. ઘરની બહાર પણ કોઈ નહોતું એટલે અકસ્માત સર્જનારી કાર વિશે ચોક્કસ માહિતી મળી નથી. જ્યારે તહેવારો વચ્ચે આવી કરુણ ઘટના બનતા સમગ્ર વિસ્તાર મા અરેરાટી મચી જવા પામી હતી.