ગુજરાતના નાના એવા ગામ મા જન્મેલા હર્ષલ પટેલ આવી રીતે બન્યો ટીમ ઈન્ડિયાનો મેઇન બોલર ! એક સમયે અમેરીકા મા 12 કલાક કામ કરવુ પડતુ પરંતુ ! સંઘર્ષ જાણી…

આજે ક્રિકેટ ક્ષેત્રમાં અનેક ગુજરાતી ખેલાડીઓ પોતાનું મહત્વનું યોગદાન આપી રહ્યા છે, ત્યારે આજે આપણે લોકપ્રિય ખેલાડી હર્ષલ પટેલ વિશે જાણીશું જે ફાસ્ટ બોલર તરીકે લોકપ્રિય છે. હર્ષલ પટેલની સંઘર્ષ ભરેલ લાઈફ સૌ માટે પ્રેરણાદાયક છે. તેમનાં જીવનમાં એક સમય એવો હતો કે,૧૭ વર્ષની વયે પરિવારની સાથે અમેરિકામાં સ્થાયી થવા માટે ગયેલ અને હર્ષલ પટેલ માટે ત્યાંનું જીવન ખુબ જ મુશ્કેલ અને પડકારોથી ભરેલું હતુ.  ન્યૂજર્સીના એલિઝાબેથમાં એક પાકિસ્તાની વ્યક્તિની અત્તરની દુકાનમાં કામ કરતો હતો.

એ સમયગાળામાં હર્ષલ પટેલ દિવસના ૧૨ થી ૧૩ કલાક કામ કરતો અને તેના બદલામાં મને માત્ર ૩૫ ડોલર જ મળતાં.  વર્ષ ૨૦૧૮માં હર્ષલને દિલ્હીની ટીમે માત્ર ૨૦ લાખની બેઝ પ્રાઈઝ સાથે કરારબદ્ધ કર્યો હતો. જોકે હર્ષલે છેલ્લા કેટલાક વર્ષોમાં શાનદાર દેખાવ સાથે આગવું આકર્ષણ ઉભું કર્યું હતુ. તેણે ગત  સિઝનમાં સૌથી વધુ વિકેટ ઝડપતાં પર્પલ કેપ મેળવી હતી. આઇપીએલની આ સિઝનની હરાજીમાં બેંગ્લોરે તેને રૃપિયા ૧૦.૭૫ કરોડમાં ખરીદવામા આવેલ.

હાલમાં જ 16 ઓક્ટોબરથી 13 નવેમ્બર 2022 સુધી ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ શરુ થઈ રહ્યો છે , ત્યારે આ વર્ષે વર્લ્ડ કપમાં પણ હર્ષલ પટેલની પસંદગી થયેલ છે. હર્ષલ પટેલ માટે આ સિદ્ધિઓ મેળવી સરળ ન હતી. જીવનમાં અનેક મુશ્કેલીઓનો સમાનો કરીને આજે સફળતા મેળવી છે, ત્યારે ચાલો અમે આપને હર્ષલ પટેલના અંગત જીવન વિશે માહિતગાર કરીએ કે કઈ રીતે હર્ષલ પટેલ લોકપ્રિય ખેલાડી બન્યો.

હર્ષલ પટેલનો જન્મ ગુજરાતનાં સાણંદ ગામમાં 23 નવેમ્બર 1990નાં રોજ થયેલ. હાલમાં તેમનો પરિવાર અમેરિકમાં રહે છે. હર્ષલ પટેલ પોતાની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત વર્ષ 2009 -10 માં ગુજરાત માટે વન-ડે ડેબ્યૂ કર્યું હતું. હર્ષલને ન્યુઝીલેન્ડમાં 2010 ના અંડર-19 વર્લ્ડ કપ માટે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું . મુંબઈ ઈન્ડિયન્સ સાથે આઈપીએલ કરાર મેળવનાર તે ટીમના ત્રણ ખેલાડીઓમાં તે સામેલ હતો ફર્સ્ટ-ક્લાસ ટીમ માટે ગુજરાતના પસંદગીકારો દ્વારા અવગણવામાં આવતા.

હર્ષલ હરિયાણા ગયો અને 2011-12માં તેની પ્રથમ રણજી ટ્રોફી સિઝનમાં તાત્કાલિક અસર કરી., ક્વાર્ટર ફાઈનલ અને સેમીફાઈનલમાં સતત આઠ ફોર સાથે કર્ણાટક અને રાજસ્થાનમાંથી ચાલી રહ્યું છે. તેને 2012 ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. 2012 નીiplની હરાજીમાં પટેલને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ખરીદ્યો હતો. જાન્યુઆરી 2018માં, પટેલને દિલ્હી કેપિટલે દ્વારા ખરીદવામાં આવ્યો હતો.

25 એપ્રિલ 2021 ના ​​રોજ, તે જ IPL સિઝનમાં, પટેલે IPLના ઇતિહાસમાં સંયુક્ત સૌથી મોંઘી ઓવર ફેંકી હતીબોલિંગ કરતી વખતે 20મી ઓવરમાં 37 રન આપ્યા હતા અન3બએક સિઝનમાં સૌથી વધુ  સાથે સંયુક્ત રીતે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો

અને નવેમ્બર 2021 માં, તેને T20ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું બે વિકેટ લીધી અને તેને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ થયેલ.ખરેખર હર્ષલ પટેલની ક્રિકેટ કારકિર્દીની સફળતા પાછળ તેનો અથાગ પરિશ્રમ રહેલ છે અને આજે ટીમ ઇન્ડિયાનો સૌથી ફાસ્ટ બોલર તરીકે ઓળખાય છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *